Rajinikanth Birthday: એક ફિલ્મ માટે મેકર્સ પાસેથી 280 કરોડ રૂપિયા વસૂલે છે રજનીકાંત, અબજોની સંપત્તિના માલિક છે 'થલાઇવા'
Rajinikanth Birthday: જે ઉંમરે સ્ટાર્સ ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે તે ઉંમરમાં રજનીકાંત હજુ પણ હીરોની ભૂમિકા ભજવે છે. 73 વર્ષની ઉંમરે પણ રજનીકાંતનો કરિશ્મા યથાવત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરજનીકાંત દર વર્ષે 12મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ ખાસ અવસર પર અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. લોકો તેને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ભગવાન માને છે. જ્યારે પણ રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે ચાહકો તેના પોસ્ટર પર દૂધ ચઢાવે છે અને તેની પૂજા કરે છે.
છેલ્લા પાંચ દાયકામાં રજનીકાંતે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રજનીકાંતે પોતાની આખી કારકિર્દીમાં ખ્યાતિની સાથે ઘણી સંપત્તિ પણ કમાઈ છે.
રજનીકાંતની કુલ સંપત્તિ 430 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેની પાસે લક્ઝરી કાર, બંગલો અને લક્ઝરી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે પરંતુ આજે પણ તે સાદું જીવન જીવે છે. તે જાહેરમાં તેના રિયલ લુકમાં જોવા મળે છે. તેઓ ક્યારેય વિગ પહેરીને ફરતા જોવા મળ્યા નથી.
રજનીકાંત સાઉથ સિનેમાના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે ક્યારેય કોઈ બ્રાન્ડનું પ્રમોશન કર્યું નથી. તેમની પાસે ચેન્નઈના પોઈસ ગાર્ડનમાં એક આલીશાન ઘર છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તેની કિંમત 35 કરોડ રૂપિયા છે.
રજનીકાંત એક વેડિંગ હોલના માલિક પણ છે. વેડિંગ હોલના ડાઇનિંગ એરિયામાં 275 લોકો આરામથી બેસી શકે છે અને લગભગ 1000 મહેમાનો માટે જગ્યા છે. તેની કિંમત 15 થી 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
રજનીકાંત પાસે બે રોલ્સ રોયસ છે. Rolls Royce Ghost ની કિંમત 6 કરોડ રૂપિયા અને રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 16.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે 2 કરોડ રૂપિયાની Mercedes-Benz G Wagon અને 3.10 કરોડ રૂપિયાની Lamborghini Urus છે.
વર્ષ 2023માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર' બાદ રજનીકાંત 'થલાઈવર 171' માટે ચર્ચામાં છે. કોઈમોઈના રિપોર્ટ અનુસાર, રજનીકાંતે આ ફિલ્મ માટે મેકર્સ પાસેથી 280 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે. આ રીતે તેઓ ભારતના સૌથી મોંઘા સુપરસ્ટાર બની ગયા છે.