Rakul-Jackky Love Story: પાડોશી હોવા છતાં વાત નહોતા કરતા રકુલ અને જેકી, બાદમાં આવી રીતે આવ્યા રિલેશનશીપમાં
Rakul-Jackky Love Story: બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, કપલ આવતા મહિને ફેબ્રુઆરીમાં સાત ફેરા લઈ શકે છે. ચાલો આજે જાણીએ તેમની લવ સ્ટોરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ કપલ આવતા મહિને ફેબ્રુઆરીમાં ગોવામાં લગ્ન કરવાના છે.
રકુલપ્રીત અને જેકી ભગનાનીની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. અભિનેત્રીએ પોતે જ એક ઇન્ટરવ્યુમાં જેકી સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું હતું.
બોલિવૂડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રકુલે ખુલાસો કર્યો હતો કે તે અને જેકી એક જ બિલ્ડિંગમાં રહે છે અને બંને પાડોશી છે. પરંતુ આમ છતાં બંને વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ ન હતી.
આ જ ઈન્ટરવ્યૂમાં રકુલે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેણે અને જેકીએ પહેલીવાર વાત કરવાનું શરૂ કર્યું. આ સમયે તેઓ એકબીજાને મળવા લાગ્યા.
રકુલે કહ્યું હતું કે તે જેકી સાથે ખૂબ જ કન્ફર્ટેબલ અનુભવે છે.
થોડા મહિનાઓ એકબીજા સાથે વિતાવ્યા પછી બંનેને સમજાયું કે તેઓ એકબીજાને પસંદ કરે છે. રકુલે કહ્યું કે જ્યારે અમને ખબર પડી કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ ત્યારે અમે આ સંબંધને આગળ વધારવાનું વિચાર્યું અને રિલેશનશીપમાં આવ્યા.
રકુલે જણાવ્યું કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંનેએ ઘણું વિચારીને અને સમજ્યા બાદ પોતાના સંબંધની જાહેરાત કરી હતી. હવે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.