Randeep-Lin Pics: વેડિંગ રિસેપ્શનમાં પત્નીનો હાથ પકડીને પહોંચ્યો રણદીપ હુડા, મરુન સાડીમાં સુંદર લાગી લિન લેશરામ
Randeep Hooda Lin Laishram Photos: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા અને લિન લેશરામે તેમના લગ્ન બાદ હવે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું છે. જેમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણદીપ હુડ્ડાએ 29 નવેમ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 11, ડિસેમ્બરે મુંબઈમાં તેમના બોલિવૂડના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
તેમના લગ્નના રિસેપ્શનમાં સ્ટાર કપલ એકબીજાનો હાથ પકડીને રોયલ લાગતા હતા.
આ દરમિયાન રણદીપ હુડ્ડા બ્લેક કલરના સૂટ અને બૂટમાં જોવા મળ્યો હતો. જે આ લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
અભિનેતાની પત્ની લીન લેશરામ ખૂબ જ ટ્રેડિશનલ લુકમાં રિસેપ્શનમાં પહોંચી હતી. લીને આ દરમિયાન મરૂન સાડી પહેરી હતી.
લીન લેશરામે ડાયમંડ જ્વેલરી અને સેટલ મેકઅપ સાથે તેનો રિસેપ્શન લુક પૂર્ણ કર્યો છે. રણદીપ સાથે પોઝ આપતી વખતે લિન ખૂબ જ સુંદર લાગી રહી છે.
રણદીપ અને લિનના લગ્ન મૈતઈ રીતિ-રિવાજ મુજબ થયા હતા. જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.