રશ્મિ દેસાઈ પોતાને કઈ રીતે રાખે છે ફિટ ? જાણો એક્ટિંગ-ફિટનેસને બેલેન્સ રાખવાની સીક્રેટ
લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી. તેણે બિગ બોસમાં બે વખત પોતાનો જાદુ ફેલાવ્યો છે. પોતાના બોલ્ડ દેખાવથી બધાને દિવાના બનાવનાર ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર છે. રશ્મિ તેની ફિટનેસને લઈને પણ ઘણી એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિએ 2002માં આસામી ફિલ્મ કન્યાદાનથી ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તે 16 વર્ષની હતી. પરંતુ તેને કલર્સની 'ઉત્તરન' સિરિયલથી ઓળખ મળી જેમાં તેણે તપસ્યા ઠાકુરની ભૂમિકા ભજવી હતી.તે નચ બલિયે, ઝલક દિખલા જા અને બિગ બોસ જેવા રિયાલિટી શોનો પણ ભાગ હતી.
રશ્મિ બિગ બોસ 13માં જોવા મળી હતી, જ્યારે 15મી સીઝનમાં તે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા શોમાં ગઈ હતી. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતી નથી.
રિપોર્ટ્સ અનુસાર, રશ્મિ દેસાઈ દરરોજ યોગા, કસરત અને જિમ કરવાનું ભૂલતી નથી. આ સાથે તેમના દિવસની શરૂઆત ગરમ પાણી અને લીંબુ-મધથી થાય છે.
રશ્મિ નાસ્તામાં હેલ્ધી વસ્તુઓને પ્રાથમિકતા આપે છે, જ્યારે તેને લંચમાં માત્ર પ્રોટીનયુક્ત વસ્તુઓ જ ખાવાનું પસંદ છે. રશ્મિ દેસાઈ રાત્રિભોજનમાં હળવો ખોરાક ખાય છે અને દરરોજ જોગિંગ પણ કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર તમને રશ્મિની ઘણી તસવીરો જોવા મળશે જેમાં તે હેલ્ધી ફૂડ ખાઈ રહી છે, જિમ જઈ રહી છે અને યોગા પણ કરી રહી છે. રશ્મિએ તેના ઈન્ટરવ્યુમાં પણ તેના ચાહકો માટે આ જ ફિટનેસ મંત્ર આપ્યો છે.