Raveena Tondon ને ગ્લેમરસ અંદાજમાં ટક્કર આપે છે દિકરી રાશા, બંનેનો એક જેવો લૂક જોઈ ચાહકો હેરાન, જુઓ Pics
Raveena Tondon Pics With Daughter : શુક્રવારે સાંજે રવિના ટંડને તેની પુત્રી રાશા સાથે પોતાની એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. યુઝર્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુઝર્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો રવીના અને તેની દીકરીનો એક સરખો લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોને માતા અને પુત્રી વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ બની રહ્યો છે.
લેટેસ્ટ ફોટોમાં રવિના ટંડન અને તેની દીકરી બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તસવીરમાં રાશા તેની માતા સાથે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે.ખાસ વાત એ છે કે લોકો રાશા અને રવીના વચ્ચે ભેદ નથી કરી રહ્યા. આ તસવીરને શેર કરતા રવિનાએ કેપ્શનમાં લખ્યું, 'ટ્વીનિંગ ટીમ રાશા થડાની અને હું.' રવીનાની આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન રવિના અને રાશા શહેરમાં જોવા મળી હતી. રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે.
રવિનાએ તાજેતરમાં જ તેના પ્રિય પતિ અનિલ થડાની માટે જન્મદિવસની એક પોસ્ટ શેર કરી. તેણે પરિવારના અન્ય સભ્યો સાથે જન્મદિવસની ઉજવણીની તસવીરો પણ શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું, બર્થડે બોય બ્લૂઝ #3
અભિનેત્રી રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે.
તાજેતરમાં જ રવીના પણ બંટી સજદેહના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન પણ રવિનાએ પોતાના લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
બંટી સજદેહની બર્થડે પાર્ટીમાં રવીના બ્લેક આઉટફિટમાં અદભૂત લાગી રહી હતી.