એરપોર્ટ પર લાલ લિપસ્ટિક અને માથા પર દુપટ્ટો પહેરેને બૉલીવુડ અભિનેત્રી રેખા જોવા મળી હતી, લુક જોઈને ચાહકોએ કહ્યું- ફોરએવર સ્ટાઈલ આઈકોન
રેખાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક ગાઉન પહેર્યું છે. તેના ગળામાં સફેદ દુપટ્ટો પહેર્યો હતો. તેમજ માથા પર કાળા રંગનો દુપટ્ટો બાંધ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેખાએ લાલ લિપસ્ટિક વડે પોતાનો લુક પૂર્ણ કર્યો. આ સાથે તેણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. તેના લુકને જોઈને ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.
રેખાના ફોટા જોઈને ફેન્સ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે.અને કોમેન્ટ આપી રહ્યા છે.
તેની સેક્રેટરી ફરઝાના પણ રેખા સાથે જોવા મળી હતી. તેમની સેક્રેટરી હંમેશા રેખા સાથે જોવા મળે છે.
રેખાએ પણ નમસ્તે કહીને પાપારાઝીને શુભેચ્છા પાઠવી હતી. તેને જોઈને પાપારાઝી પણ ખુશ થઈ જાય છે. રેખાના ફોટો પર એક ફેને લખ્યું- ફોરએવર બ્યુટી. જ્યારે બીજાએ લખ્યું – ફોરએવર સ્ટાઈલ આઈકોન.
રેખા હંમેશા ઈવેન્ટ્સમાં પરંપરાગત અવતારમાં જોવા મળે છે. આજે અભિનેત્રીને વેસ્ટર્ન લુકમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. હાલમાં રેખા ક્યાં ગઈ છે તેની માહિતી બહાર આવી નથી.