Rhea Chakraborty: ખુલ્લા વાળમાં રિયાનું કમાલનુ ફોટો સેશન, ખુદ શેર કરી ગ્લેમરસ તસવીરો.........
Rhea Chakraborty Photos: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આઘાતમાં સરી પડી હતી, અને હવે તે ધીમે ધીમે ફરીથી લાઇમ લાઇટમાં આવી રહી છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનુ અલગ જ ફોટો સેશન જોવા મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRhea Chakraborty Latest Photos: બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આમ તો પોતાની તસવીરો અને વીડિયોને શેર કરતી રહે છે, પરંતુ હાલમાં તેને જે તસવીરો શેર કરી છે તે થોડી ગ્લેમરસ લૂક વાળી છે. ઇન્સ્ટાગ્રામ પર તેનો હૉટ અંદાજ છે.
તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટ (Rhea Chakraborty Latest photoshoot)ની તસવીરો શેર કરી છે, જેમાં તે કમાલની સુંદર લાગી રહી છે.
સામે આવેલી એક્ટ્રેસની તસવીરોમાં તેને હૉટ જાળીદાર ડ્રેસ પહેરેલો છે, અને તેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. રિયા ચક્રવર્તીએ તસવીરોમાં વાળને ખુલ્લા રાખ્યા છે અને ફોટો કેપ્ચર કરાવી રહી છે.
જલેબી એક્ટ્રેસે આ લૉન્ગ ગાઉમાં ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળનો લૂક કેરી કર્યો છે, તેની બૉસ લેડી એટીટ્યૂડ કૉન્ફિડેન્સ પણ આ લૂકને વધુ બિન્દાસ બનાવી રહ્યો છે. ગ્લેમરસ લૂકની સાથે રિયા આ તસવીરોમાં મજબૂત મહિલાની ઇમેઝ બતાવતી દેખાઇ રહી છે.
આ પહેલા એક્ટ્રેસે ગૉલ્ડન સ્લિટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ, તેની તસવીરો પણ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ હતુ. એટલુ જ નહીં એનસીએની કાર્યવાહીમાં ડ્રગ્સ કેસમાં એક મહિના માટે જેલમાં પણ જવુ પડ્યુ હતુ. જોકે હવે એક્ટ્રેસ મોટા પડદે કમબેક કરવા તૈયાર છે.
રિયા ચક્રવર્તીની સાદગી અને અદાઓ કમાલની છે, એક્ટિંગ ઉપરાંત રિયા ચક્રવર્તી મૉડેલિંગનો શોખ રાખે છે, જોકે, રિયા ચક્રવર્તી પોતાના કામથી વધુ રિલેશનશીપથી પણ ચર્ચામાં રહી હતી.