અમિતાભ બચ્ચન ગૂડ લક માટે પહેરે છે નિલમ, તો સલમાન ફિરોઝા સ્ટોન, જાણો અન્ય બોલિવૂડ સ્ટાર્સના ક્યાં છે લકી ચાર્મ
Bollywood Stars Lucky Charm: આજે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે જેમને નસીબની સાથે-સાથે મહેનત પર પણ પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સ પોતાનું નસીબ ચમકાવવામાં કોઈ કસર છોડતા નથી. આ ક્રમમાં, આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા પહેરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા નસીબ અને નકારાત્મકતાથી બચવા માટે સલમાન ખાન હાથમાં બ્રેસલેટ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે બ્રેસલેટમાં ફિરોઝ સ્ટોન છે તે તેની આસપાસ નકારાત્મકતાને દૂર કરી દે છે.
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ગૂડ લક માટે નીલમ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચને તેમને આ નીલમ સ્ટોન પહેરાવ્યો હતો.
દીપિકા પાદુકોણ પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી તેની કોઈપણ ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું અને વિઘ્નહર્તાના આશિષ લેવાનું ભૂલતી નથી.
અભિનેતા રણબીર કપૂર પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. આઠ નંબરને તે પોતાના માટે લકી નંબર માને છે. આ જ કારણ છે કે અભિનેતાની કારના નંબર પણ 8થી શરૂ થાય છે.
રિતિક રોશન તેના એક વધારાના અંગૂઠાને લકી માને છે. હા, રિતિક પાસે એકને બદલે 2 અંગૂઠા છે. અભિનેતાએ સર્જરી દ્વારા આ અંગૂઠો કાઢવાની ના પાડી દીધી છે.