સાઉદી અરબના મંત્રીને મળ્યા સલમાન,શાહરુખ સૈફ અને અક્ષય કુમાર, જુઓ તસવીરો
તસવીરોમાં જોઈ શકાય છે કે,જ્યાં અક્ષય કુમાર તેમની સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો, જ્યારે બાકીના સ્ટાર્સ પણ તેની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા અને આ દરમિયાન બદર બિન ફરહાન પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદ્ર બિન ફરહાન અલ સઈદે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સહિત ભારતીય ફિલ્મ સમુદાયના સભ્યો સાથે આ એક શાનદાર મીટિંગ હતી અને સાથે મળીને ભાગીદારીની વધુ તકોની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને દરેક વ્યક્તિ આ મુલાકાતનું કારણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે તમામ સ્ટાર્સ સાઉદી મિનિસ્ટર બદ્ર બિન ફરહાન અલ સઈદને હસતા હસતા મળી રહ્યા છે.
સાઉદી અરબ અને બોલિંવૂડ વચ્ચે જુના સંબંધો છે. આ પહેલા સંજય દત્તને UAEએ ગોલ્ડન વિઝા આપ્યા હતા.