Radhe Box Office Collection Day 1: સલમાન ખાનની ‘રાધે’ની શાનદાર કમાણી, ઑસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડમાં કેટલી કરી કમાણી ? જાણો
દેશમાં કોરોના મહામારીના કારણે દેશના અનેક રાજ્યોમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં સિનેમાઘરો પણ બંધ છે. થિયેટર બંધ હોવાના કારણે બોલિવૂડ પ્રોજેક્ટ્સ અધ વચ્ચેજ લટકી ગયા છે. આ કપરા સમયમાં સલમાન ખાનની ફિલ્મ રાધે થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. ત્યારે હવે તેના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કમાણીના આંકડા સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધે (Radhe) ભારત ઉપરાંત વિદેશોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે. રિલીઝના બીજા દિવસે આ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. બોલીવુડના હંગામા અનુસાર, રાધે: યોર મોસ્ટ વોન્ટેડની કમાણી ઓસ્ટ્રેલિયામાં લગભગ 53.93 લાખની થઈ હતી અને ન્યુઝીલેન્ડમાં આ ફિલ્મે 9.97 લાખની કમાણી કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મ 69 સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી અને ન્યુઝીલેન્ડમાં આ ફિલ્મ 26 સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી.
એવામાં જો આ બંને દેશોની કમાણી મળીને કુલ 64.9 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સિવાય પ્રથમ દિવસે આ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં 35.77 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ન્યુઝીલેન્ડમાં 6.05 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે કુલ આવક 41.67 લાખ રૂપિયા છે.
પ્રથમ દિવસે રાધેને ઓસ્ટ્રેલિયામાં 66 અને ન્યુઝીલેન્ડમાં 20 સ્ક્રીનો પર રજૂ કરાઈ હતી. જ્યારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ કેટલીક વધુ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ આ બંને દેશોમાં સ્ક્રીનની સંખ્યામાં વધારો થયો હતો.
કોરોના મહામારીના કારણે આ ફિલ્મને ઓનલાઈન પે-પર-વ્યુ-મોડેલમાં રિલીઝ કરવામાં આવી હતી. રાધેને પહેલા દિવસે ડિજિટલ પ્લેટફોર્મ પર 4.2 મિલિયન લોકોને જોઈ હતી, જે એક રેકોર્ડ છે.