નાનપણમાં પિતાને ગુમાવનાર સપના ચૌધરીએ ફાધર્સ ડે પર ખાસ ટી-શર્ટ પહેરી આપ્યો સંદેશ
Father's day 2022: સપના ચૌધરી તેની આગવી હરિયાણવી સ્ટાઈલ, ડાન્સ અને હરિયાણવી ગીતો પર ગાવા માટે જાણીતી છે. 'દેશી ક્વીન' સપના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાની ઉંમરે પિતાનો છાયો માથા પરથી ગુમાવ્યા બાદ પરિવારને મદદ કરવા માટે તેમણે દિવસ-રાત મહેનત કરી હતી. આજે, ફાધર્સ ડે 2022 ના અવસર પર, તેણે તેની કેટલીક તસવીરો શેર કરી અને કહ્યું કે શા માટે તેના જેવું બીજું કોઈ ન હોઈ શકે.
સપના ચૌધરી મોટા ભાગે દેશી લુકમાં જોવા મળે છે, પરંતુ આજે તેણે જે તસવીરો શેર કરી છે તેમાં તે ડેનિમ જેકેટ અને જીન્સમાં જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરીને તેણે સુંદર કેપ્શન લખીને પોતાના પિતાને યાદ કર્યા. તેણે લખ્યું- 'કોઈ સ્પર્ધા નથી કારણ કે, મારા જેવું કોઈ ન હોઈ શકે, કારણ કે હું બિલકુલ મારા પિતા જેવી છું..., હેપ્પી ફાધર્સ ડે.' આ સાથે તેણે સિંહના ચહેરા સાથેનું ઈમોજી પણ શેર કર્યું છે.
સપના ચૌધરીએ જે ડેમિન જેકેટ પહેર્યું છે તેની પાછળ સિંહનો ચહેરો છે. આ પર જેકેટ પર લખેલું છે - ફિયરલેસ ક્વીન.
સપનાની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેને 'હરિયાણા કી સિંહણ' કહીને અભિનંદન આપી રહ્યા છે. (All Photos-Instagram)