Airport Look: હાથોમાં બંગડીઓ, કાનોમાં ઝૂમકાં પહેરીને દેસી અંદાજમાં દેખાઇ Sara Ali Khan, એક્ટ્રેસની સાદગી પર ફેન્સ ફિદા....
Sara Ali Khan On Airport: બૉલીવુડની યંગ એક્ટ્રેસ સારા અલી ખાન અત્યારે પોતાની નવી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઇને ખુબ ચર્ચામાં છે. સારા અલી ખાનની હાલમાં જ લેટેસ્ટ તસવીરો એરપોર્ટ પરથી સામે આવી છે. એક્ટ્રેસ એક કે બીજી રીતે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રી શનિવારે એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તેને પોતાના સિમ્પલ લૂકથી લોકોના દિલ જીતી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા અલી ખાન એવી અભિનેત્રીઓમાંની એક છે જેને સાદગી પસંદ છે. તે અવારનવાર પોતાના સિમ્પલ લૂકથી પોતાના ફેન્સને દિવાના બનાવી દે છે. હાલમાં જ સારા એરપોર્ટ પર સિમ્પલ સ્ટાઈલમાં સૂટ પહેરીને દેખાઇ હતી.
સારા તેના કપાળ પર કાળી બિંદી, હાથમાં પીળી બંગડીઓ અને પીળો અનારકલી સૂટ પહેરીને ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
સારાએ પીળી જુટી અને શણની બેગ સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો.
આ સાથે સારાના કાનમાં ઈયરિંગ્સ તેના લૂકમાં ચાર્મ ઉમેરી રહ્યું હતુ.
સારા આ સુંદર લૂકમાં એરપોર્ટ પહોંચી હતી. તેને આ સ્ટાઈલમાં જોઈને ફેન્સના દિલ જીતી લીધા હતા.
સારાના ફેન્સને પણ સારાની સાદગી ખૂબ જ પસંદ આવી ગઇ, તેના આ લૂક પર ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર કૉમેન્ટ કરતાં એક ફેને લખ્યું - 'તે એક ઢીંગલી છે', વળી, બીજાએ લખ્યું- 'મારી ફેવરેટ વ્યક્તિ' બીજાએ લખ્યું, 'ખૂબ જ ક્યૂટ'.