ઈટાલીમાં આટલા મોંઘા રિસોર્ટમાં રોકાયા શાહિદ અને મીરા કપૂર, એક દિવસનું ભાડું સાંભળીને હોંશ ઉડી જશે
બોલિવૂડના સુપરસ્ટાર શાહિદ કપૂર પત્ની મીરા કપૂર અને બાળકો સાથે નવરાશનો સમય ઇટાલીમાં વિતાવી રહ્યો છે. શાહિદના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહિદ કપૂર અને મીરા કપૂરના આ ઈટાલી વેકેશનની ખાસ વાત એ છે કે આ બંને કપલ જે રિસોર્ટમાં રોકાયા છે. તેનું એક દિવસનું ભાડું તમારા પગાર કરતાં ઘણું વધારે છે.
વાસ્તવમાં શાહિદ અને મીરા ઇટાલીના સિસિલીમાં વર્દુરા રિસોર્ટમાં રજાઓ માણી રહ્યા છે. આ રિસોર્ટનું એક દિવસનું ભાડું ભારતીય રૂપિયાના આધારે લગભગ 2 લાખ 56 હજાર 277 રૂપિયા છે.
આવી સ્થિતિમાં, તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો કે મીરા અને શાહિદ ફરવાના કેટલા શોખીન લોકો છે, જે પોતાની ખુશી માટે આટલા પૈસા ખર્ચી શકે છે.
શાહિદ કપૂર અને મીરા કપૂર આ વેકેશન દરમિયાનની તસવીરો દરરોજ પોતપોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરી રહ્યાં છે.
શાહિદ કપૂર અને મીરા કપૂરની જોડી તેમના પ્રેમભર્યા બોન્ડિગ માટે સોશિયલ મીડિયા પર વારેવારે હેડલાઇન્સ બનાવતી રહે છે.(All Photos-Instagram)