Surat: ભારે વરસાદથી ખાડી બે કાંઠે થઈ વહેતી, કિનારે રહેતા લોકોને કરાયા સાવચેત
દક્ષિણ ગુજરાત અને સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી બંને કાંઠે વહેતી થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિમ,કામરેજ, કોસંબા,બારડોલીમાં વરસતા વરસાદનું પાણી સુરતની ખાડીમાં આવે છે. હાલ સુરતમાંથી પસાર થતીમીઠી અને ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતાં ખાડી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને પાઇપલાઇન મારફતે ઉલેચીને ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
સુરત જિલ્લાના કામરેજ, બારડોલીમાં વરસતા વરસાદની પાણીની આવક આ ખાડીમાં થાય છે અને સુરત શહેરમાંથી આ ખાડી પસાર થઈ સમુદ્ર તરફ આગળ વધે છે.
સુરતમાં છેલ્લા બે વર્ષ થી ખાડીપુર નો ખતરો તોળાઈ રહ્યો છે.આ વર્ષે પણ થોડા વરસાદમાં જ ખાડી બંને કાંઠે વહેવા લાગી છે. જેથી વિપક્ષ દ્વારા ખાડી ડ્રેજિંગનું કામ કાગળ પર જ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.