મુંબઇ એરપોર્ટ પર આ બાળકી સાથે કૃતિ સેનનો એટિટ્યૂડ જોઇ ભડક્યા લોકો
શાહિદ કપૂર અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા'ને લઈને ચર્ચામાં છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. ગત બુધવારે નિર્માતાઓએ આ ફિલ્મનું બીજું ગીત 'અખિયાં ગુલાબી' રિલીઝ કર્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીતમાં શાહિદ અને કૃતિના અદભૂત ડાન્સ મૂવ્સ જોવા મળે છે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે, જે એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું પ્રમોશન કરીને જયપુરથી પરત ફરી રહેલા શાહિદ અને કૃતિ મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા
સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કૃતિ અને શાહિદ સાથે ફરતા જોવા મળે છે. દરમિયાન જ્યારે એક ફેન સામે દેખાય છે ત્યારે શાહિદ તેને નજીક આવવાનો સંકેત આપે છે અને તે દોડીને કૃતિ અને શાહિદની વચ્ચે પહોંચી જાય છે.
તે નાનકડી ફેન પહેલા તો શાહિદ સાથે હાથ મિલાવીને ખુશ થઇ જાય છે અને પછી તેણે કૃતિ તરફ હાથ લંબાવ્યો હતો. જોકે, કૃતિનું ધ્યાન અન્ય જગ્યાએ હોવાના કારણે તે બાળકી સાથે હાથ મિલાવતી નથી. લોકોએ કૃતિના આ વર્તનને લઇને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.
લોકોએ કહ્યું- એવું લાગે છે કે કૃતિ 'આદિપુરુષ'ના ફ્લોપના આઘાતમાંથી બહાર આવી શકી નથી. આ વીડિયો સામે આવતા જ લોકોએ નાનકડી ફેનને નજરઅંદાજ કરવા બદલ કૃતિ પર લોકોએ નિશાન સાધ્યું હતું. કેટલાકે કહ્યું- એવું લાગે છે કે તે આદિપુરુષના ફ્લોપના આઘાતમાંથી હજુ બહાર આવી નથી. બીજાએ કહ્યું- હું ક્રિતિને અંગત રીતે મળ્યો છું અને તે સાચું છે કે તે ખૂબ જ અસંસ્કારી છે.
કેટલાક લોકોએ તે છોકરી પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે પહેલા તેણે અભિનેત્રીની અવગણના કરી. એકે કહ્યું- સમજી નથી શકાતું કે છોકરીએ કૃતિનું અપમાન કર્યું છે કે પોતાનું. કૃતિના સમર્થનમાં પણ ઘણા લોકો આવ્યા હતા. એક પ્રશંસકે લખ્યું, 'જેને લાગે છે કે કૃતિએ તે છોકરીને નજરઅંદાજ કરી છે તેઓએ આ વીડિયો ફરીથી ધ્યાનથી જોવો જોઈએ.
નોંધનીય છે કે કૃતિ અને શાહિદની આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 'આદિપુરુષ'ની સફળતા બાદ કૃતિ અને નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.