Raj Kundra Case: પતિ રાજ કુંદ્રાના કામને લઇને શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો. કહી આ મોટી વાત
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજુકુંદ્રાની મુશ્કેલી હજું ઓછી નહીં થઇ રહી. તાજેતરમાં જ મુંબઇ પોલીસે રાજ કુદ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે અશ્વિલ ફિલ્મને એપ પર પ્રસારિત કરવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં શિલ્પાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, “હું કિનારે બંગલા પર છેલ્લા 10 વર્ષથી રહું છું. ત્રણ વર્ષ પહેલા મારી મુલાકાત પ્રદીપ બક્સી પરિવારના એક સભ્ય સાથે થઇ હતી.
શિલ્પાએ તેમની કરિયર વિશે, વાત કરતા કહ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ દરિયાન મને પહેલી ફિલ્મ બાજીગરમાં કામ કરવાનો મોકો મળ્યો. બાદ મેં અભ્યાસ છોડી દીધો અને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો.અત્યાર સુધીમાં 360 ફિલ્મમાં કામ કર્યું.
શિલ્પા શેટ્ટીએ તેમની રાજકુંદ્રા સાથેની મુલાકાત વિશે વાત કરતા કહ્યું કે, “ વર્ષ 2007માં બિગ બોસના શો માટે યૂકે ગઇ હતી. જ્યાં મ્યુઝિક શો ડિરેક્ટર ફરક હુસેન દ્વારા તેમની મુલાકાત રાજકુંદ્રારા સાથે થઇ હતી. બંનેએ 2009માં લગ્ન કરી લીઘા.
શિલ્પાએ કહ્યું હતું કે, રાજકુંદ્રા પર બેટિંગનો આરોપ લાગતા તેમને આઇપીએલમાં રાજસ્થાન રોયલ ટીમમાંથી ભાગીદારીમાં બહાર કરી દેવાયા હતા.
આ સાથે શિલ્પાએ કહ્યું કે, “ હું મારા કામમાં વ્યસ્ત હોવાથી રાજ શું કામ કરે છે તે ક્યારેય પૂછ્યું ન હતું. તે તેમના કામની વાત મને કયારેય ન હતા કરતાં જેથી મને તેના કામ વિશે કંઇક જ ખબર નથી.