Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sonakshi Sinhaએ ખરીદ્યું તેનું ડ્રીમ હોમ, એક્ટ્રેસે સી ફેસિંગ લક્ઝરી ફ્લેટની બતાવી ઝલક
સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં એકદમ નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેણે પોતાના નવા ઘરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાક્ષીની તસવીરો જોઈને લાગે છે કે તે હવે મલ્ટિફ્લોર સી-ફેસિંગ ફ્લેટમાં રહેવાની તૈયારી કરી રહી છે. તેણે તેના લિવિંગ રૂમના ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ પહેલા વર્ષ 2021માં સોનાક્ષી સિન્હાએ બાંદ્રામાં 4BHK ઘર ખરીદ્યું હતું. ત્યારે તેની પાસે જુહુમાં એક એપાર્ટમેન્ટ પણ છે જેમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા રહે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ સોનાક્ષીની નવી વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ છે, જેના માટે તે હેડલાઈન્સમાં છે. આ સિરીઝ રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા નિર્દેશિત છે.
ફોટામા તે તેના નવા એપાર્ટમેન્ટમાં પોતાનું નવું ફર્નિચર ગોઠવતી જોવા મળે છે.