જ્યારે રાત્રે બે વાગ્યે કોલ કરી સુનીલ શેટ્ટીએ સોનાલીને ઘરેથી ભાગી જવાની કરી હતી વાત, જાણો રસપ્રદ કિસ્સો
આજે અમે તમને બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની રિયલ લાઈફની એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે સુનીલ શેટ્ટીએ તેને અડધી રાત્રે ફોન કરીને ઘરેથી ભાગી જવાની વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાલી બેન્દ્રેએ તેના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. આજે ભલે તે ફિલ્મોમાં જોવા મળતી ના હોય પરંતુ 90ના દાયકામાં અભિનેત્રીએ પડદા પર ઘણું રાજ કર્યું હતુ.
સોનાલીએ એક્ટર સુનીલ શેટ્ટી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંન્નેનું અફેર ચાલી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે સુનીલ અભિનેત્રી માટે મુશ્કેલીરૂપ બની ગયો હતો.
વાસ્તવમાં જ્યારે બંન્નેના અફેરની અફવાઓ ઈન્ડસ્ટ્રીમાં ઉડી રહી હતી, ત્યારે એક વ્યક્તિએ સુનીલ શેટ્ટી બનીને રાત્રે 2 વાગે સોનાલીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે 'હું સુનીલ શેટ્ટી બોલી રહ્યો છું, મારી સાથે ભાગી જા.
આ વાતનો ખુલાસો સોનાલી બેન્દ્રેએ 'સ્ટારડસ્ટ' સાથેની વાતચીતમાં કર્યો હતો. તેણીએ વધુમાં કહ્યું કે, તે સમયે હું સિંગલ હતી પરંતુ સુનીલનું નામ જોડાતા અમારી વચ્ચે ખૂબ જ તણાવ હતો. શરૂઆતમાં અમને આ વાતો રમુજી લાગતી હતી, પરંતુ પછી આ બધી બાબતોની અસર અમારા અંગત જીવન પર થવા લાગી.
નોંધનીય છે કે સોનાલી બેન્દ્રે ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.