Sonam Kapoor Anniversary: આનંદ આહુજાએ પત્ની સોનમ કપૂર સાથેના રોમેન્ટિક ફોટો શેર કર્યા
બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા આજે પોતાના લગ્નની 6 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેરેજ એનીવર્સરીના દિવસે આનંદ આહુજાએ પોતાના ઈંસ્ટાગ્રામ પત્ની સોનમ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં કપલ વચ્ચે બેશુમાર પ્રેમ દેખાઈ રહ્યો છે.
આ ફોટોમાં આનંદ અને સોનમ એક બીજાના પ્રેમમાં ડુબેલા દેખાય છે. ફોટો શેર કરતાં આનંદે લખ્યું કે, - તારી આત્મામાં ફક્ત દયા છે સોનમ કપૂર. તેં મને રોજ પ્રેરિત કર્યો છે. સાલગિરાહ મુબારક #EverydayPhenomenal'.
લગ્નની વર્ષગાંઠના દિવસે સોનમ કપૂરે પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં બંને રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે.
પોતાના પતિને વિશ કરતાં સોનમે આનંદની પોસ્ટમાં લખ્યું કે - હેપ્પી એનિવર્સરી આનંદ, તમે મારી દરેક ઈચ્છાને પુરી કરી છે. મારા દરેક સપનાને હકિકત બનાવી છે.
સોનમ કપૂર અને આનંદ આવનારા દિવસોમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આવનારા વર્ષે આ કપલ બેમાંથી ત્રણ થશે.