Sonam Kapoor Pics: લાલ સાડી પહેરીને દોસ્તના લગ્નના રિસેપ્શનમાં પહોંચી સોનમ કપૂર, ટ્રેડિશનલ લૂકથી જીત્યું ફેન્સનું દિલ
Sonam Kapoor Pics: સોનમ કપૂર દર વખતે પોતાના લૂકથી ચાહકોનું દિલ જીતે છે. આ વખતે તે ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અહીં તેની તસવીરો જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ તેના ખાસ મિત્રના વેડિંગ રિસેપ્શનમાં ગઈ હતી. જ્યાં બધાને તેનો ટ્રેડિશનલ લૂક ખૂબ પસંદ આવ્યો છે. સોનમે ખૂબ જ સુંદર લાલ રંગની બાંધણી સ્ટાઇલની સાડી પહેરી હતી. તેણે હેવી નેકપીસ, એરિંગ્સ અને ટિક્કા સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.
સોનમની આ સિમ્પલ સ્ટાઇલ ચાહકોનું દિલ જીતી રહી છે. તેણે પોટલી બેગ સાથે આ લૂક પુરો કર્યો છે.
સોનમે પૈપરાજી માટે પૉઝ પણ આપ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમે ઘણા સમયથી એક્ટિંગથી દૂરી બનાવી રાખી છે. તે રેમ્પ શો અને અન્ય વસ્તુઓમાં જોવા મળે છે.
પરંતુ તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. સોનમ છેલ્લે ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી.