PICS: યૂકેના પીએમ ઋષિ સુનકના રિસેપ્શનમાં ફ્લૉરલ સાડીમાં Sonam Kapoor લાગી કયામત, પતિ આનંદ આહૂજા પણ ફિદા
Sonam Kapoor In UK PM Rishi Sunak's reception: તાજેતરમાં જ યૂકેના પીએમ ઋષિ સુનકના રિસેપ્શનમાં બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર પહોંચી હતી. આ દરમિયાનની અભિનેત્રીની તસવીરો સામે આવી છે. સોનમ કપૂરે તાજેતરના યૂકે ઈન્ડિયા વીકની ઉજવણી માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપી હતી. જુઓ અહીં ખાસ ડ્રેસમાં એક્ટ્રેસની તસવીરો.... .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ કપૂરે હાલમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યૂકે ઈન્ડિયા વીકની ઉજવણી માટે યોજાયેલા રિસેપ્શનમાં પહોંચી હતી. આ ખાસ સાંજે સોનમે પોતાના લૂકને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કર્યો હતો.
યૂકેના પીએમ ઋષિ સુનકે આ ખાસ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. ભારતનું પ્રતિનિધિત્વ કરતી સોનમ ખૂબ જ લેટેસ્ટ અને સ્પેશ્યલ લૂકમાં આ પાર્ટીનો ભાગ બની હતી.
વળી, અભિનેત્રીએ આ સમય દરમિયાન હળવા લીલા રંગની ફ્લૉરલ સાડી પહેરેલી હતી, તેને સફેદ ઓવરકૉટ પહેરીને પોતાના લૂકને ભારતીય અને પશ્ચિમી લૂક સાથે જોડી દીધો હતો.
રોહિત બહેલ દ્વારા ડિઝાઈન કરાયેલો સોનમનો સ્પેશ્યલ ડ્રેસ રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો. સોનમના આ લૂક સાથે રિયા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પણ શેર કરી છે. જે સોનમે પોતાની સ્ટૉરીમાં ફરી શેર કરી છે.
આ લૂકમાં પણ સોનમ પોતાના પતિ આનંદ આહુજા સાથે પાર્ટીમાં ભાગ લીધો હતો. જેની વીડિયો ક્લિપ તેને પોતાની ઈન્સ્ટા સ્ટૉરીમાં શેર કરી છે.
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખાસ સ્ટાઈલમાં તસવીર શેર કરતાં સોનમે કેપ્શનમાં લખ્યું - 'યૂકે ઈન્ડિયા વીકમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રોહિત બહલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. કેવો સુંદર દિવસ હતો અને કેવો આનંદ હતો કે મને લંડનના ઉનાળામાં સાડી પહેરવાનો મોકો મળ્યો.
વળી, સોનમ કપૂરનો આ લૂક દરેકના દિલ જીતી રહ્યો છે, ત્યારે તેના પતિ આનંદ આહુજાને પણ તેનો લૂક પસંદ આવ્યો છે. સોનમની પૉસ્ટના વખાણ કરતા તેને લખ્યું, 'જંગલી'. આ સાથે તેને બે હાર્ટ આઈ ઈમૉજી પણ શેર કરી છે.