PHOTOS: ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જુઓ જળપ્રલયની તસવીરો
રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 4 દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજ અને આવતી કાલે વરસાદનો અનુમાન છે.
નવસારી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મનમૂકીને વરસરી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં અહીં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચીખલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, મૂશળધાર વરસાદ વરસતા કાવેરી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નાના ચેકડેમ પણ છલકાઇ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, તાલાલા, કોડીનાર, સુત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ઉનાના આનંદ બજારમાં કેડસમા પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. કોડીનારના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા હતા.
ગીર સોમનાથના ઉનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ઉના શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આનંદ બજારમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પલસાણાની બલેશ્વર ખાડી ઉભરાઈ હતી. ખાડી પાર રહેતા 40 થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાયું હતું.
અમદાવાદ રખિયાલ અજીત મીલ પાસેના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. અજીત મિલ ચાર રસ્તા પાસે એક તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના સનીયા અહેમદ વિસ્તારમાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. સનીયા અહેમદ ગામ બેટમાં ફેરવાયું હતું.
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા તાલુકાના પાનવાડી નજીકના ખેતરોમાં પાણી ભરાયા હતા.
ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ
ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ