શાહરુખની દિકરી સુહાના ખાને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા લહેંગામાં ફોટોશુટ કરાવ્યું, જુઓ ફોટા
સ્ટાર કિડ સુહાના ખાને ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા ટ્રેડિશનલ સફેદ લહેંગામાં પોતાના આકર્ષક અંદાજથી લોકોનાં દિલ જીત્યા છે. મનીષે પોતાના ઈંસ્ટાગ્રામ પેજ પર સુહાનાના ફોટો શેર કર્યા હતા. (ફોટોઃ મનીષ મલ્હોત્રા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુહાનાએ આ ફોટોશુટમાં સફેદ લહેંગા સાથે સિલ્વર ઝુમકા અને બ્લેક બિંદી લગાવી હતી. આ પહેરવેશમાં સુહાના સુંદર લાગી રહી છે.
સુહાના પાસે પોતાના સુપરસ્ટાર પિતા શાહરુખની જેમ આકર્ષક લાગવાના તમામ ગુણો છે. સુહાના પોતાની બોલીવુડ કરિયર સાઉથની ધ અર્ચીસની હિંદી રિમેકમાં કામ કરીને શરુ કરવાની છે. આ ફિલ્મ ઝોયા અખ્તર ડિરેક્ટ કરશે
મનીષ મલ્હોત્રાએ આ પહેલાં પણ સુહાનાના લાલ સાડીમાં ફોટો શેર કર્યા હતા. આ ફોટો પર સુહાનાની માતા ગૌરી ખાને કોમેન્ટ કરી હતી, Red it is !!!!!! Love the vibe manish.
સુહાનાએ પોતાનો ફિલ્મ મેકિંગનો અભ્યાસ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી પુર્ણ કર્યો છે. સુહાનાએ પોતાની એક્ટિંગની શરુઆત ધ ગ્રે પાર્ટ ઓફ બ્લ્યુ નામની શોર્ટ ફિલ્મતી કરી હતી.