ઘરે રહીને પણ આ 5 Appsથી કોઇપણ રાખી શકે છે પોતાની ફિટનેસનુ ધ્યાન, જિમની કે કૉચિંગની નથી પડતી જરૂર, જાણો
Health and Fitness Apps: આજકાલ કોરોના કાળમાં હેલ્થ એક મોટો ઇશ્યૂ બની ગયો છે. જો શરીર બગડે તો બધુ જ કામ પડતુ મુકવુ પડે છે. કેમ કે હાલમાં ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી જાય છે. પરંતુ તો તમે ઘરે બેઠાં બેઠાં પોતાની ફિટનેસનુ ધ્યાન રાખવા માંગતા હોય તો અહીં બેસ્ટ પાંચ એપ્સ કૉચની જેમ કામ કરશે અને તમારી મદદ કરી શકે છે, કેમ કે હેલ્થ ઇઝ વેલ્થ (Health is Wealth) કહેવત આજના જમાના માટે એકદમ ફિટ બેસે છે. ઘરે બેઠાં-બેઠાં જ આ પાંચ એપથી રાખો ફિટનેસનુ ધ્યાન-
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGoogle Fit- આ એપ ગૂગલે તૈયાર કરી છે, અને શાનદાર વર્કઆઉટ ટ્રેકર છે. આમાં યૂઝર્સને સ્પીડ, ઉંચાઇ, રૂટ, વૉકિંગ અને રનિંગ જેવી જાણકારી બતાવવામાં આવે છે.
Daily Yoga- જે લોકો યોગા કરે છે તેમના માટે આ બેસ્ટ છે, કેમ કે આ એપમાં 500 થી વધુ આસાન છે. 1000 થી વધુ યોગા, ટિપ્સ અને એક્સરસાઇઝ છે. આમાં પણ સારી રીતે ફિટનેસનુ ધ્યાન રાખી શકાય છે.
JEFIT workout Tracker- આ એક ફિટનેસ ટ્રેકર એપ છે, જિમ ટ્રેનર પણ છે. અહીં 1300 થી વધુ ડિટેલ્ડ એક્સરસાઇઝ આપવામાં આવી છે. તમે તમારા વર્કઆઉટને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
HealthifyMe - આ પણ એક હેલ્થ અને ફિટનેસ ગૉલ્સ એપ છે. આમાં પણ યૂઝર્સ માટે ટ્રેકર, વૉટર ટ્રેકર, ફૂડ ટ્રેકર, સ્લીપ ટ્રેકર, અને હેન્ડવૉશ ટ્રેકર પણ આપવામાં આવ્યુ છે. આમાં પણ ફૂલ બૉડી વર્કઆઉટ અને યોગા સામેલ છે.
Calorie Counter MyFitnessPal- આ એપ ખાવા-પીવાનુ ધ્યાન રાખે છે. આ એપ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આમાં 60 લાખથી વધુ ફૂડ પ્રૉડક્ટ્સનો ડેટાબેઝ છે. આ ઉપરાંત બીજા કેટલાય ફિચર્સ છે, ફૂડ ઇનસાઇડ, રેસ્ટૉરન્ટ લૉગિંગ, રેસિપી ઇન્પોર્ટર, કેલૉરી કાઉન્ટર સામેલ છે.