Happy Freindship Day 2021: બૉલીવુડના આ સ્ટાર્સ છે એકબીજાના ગાઢ મિત્રો, સલમાન-સંજયથી લઇને કરીના-અમૃતા છે લિસ્ટમાં સામેલ.......
Happy Freindship Day 2021: હંમેશા આપણે સાંભળ્યુ છે કે બૉલીવુડની ચકાચોંદ ભરેલી લાઇફમાં કોઇ કોઇનુ મિત્ર નથી હોતુ, અહીં દરરોજ સંબંધો બને છે અને બગડે છે. પરંતુ સત્ય કંઇક અલગ જ છે. કેમકે બી-ટાઉનમાં કેટલાક સેલેબ્સ એવા છે જેમને દોસ્તીની મિસાલ કાયમ કરી છે. કેટલાય એવા સુપરસ્ટાર્સ છે જે એકબીજાને પોતાના દોસ્ત માને છે અને સ્પેશ્ય બૉન્ડ પણ શેર કરે છે. જાણો કયા કયા સ્ટાર્સ છે એકબીજાના ખાસ ફ્રેન્ડ્સ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન અને સંજય દત્ત- ફિલ્મ ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી મજબૂત અને સારી દોસ્તી સંજૂ બાબા અને સલ્લૂ ભાઇની છે. બન્નેની દોસ્તી જવાનીના દિવસોમાં જ શરૂ થઇ હતી અને આજે પણ એમની એમ જ છે. બન્નેએ કેટલીય ફિલ્મો સાથે કરી છે.
અર્જૂન કપૂર અને રણવીર સિંહ- આ બન્નેની મજબૂત દોસ્તી ગુન્ડાના સેટ પર શરૂ થઇ. બન્ને અવાર નવાર પાર્ટીઓમાં સાથે દેખાતા હતા. બન્ને સ્ટાર્સ ટીવી પર રિયાલિટી શૉ અને એવોર્ડ ફક્સનમાં સાથે જ દેખાતા હતા.
અજય દેવગન અને રોહિત શેટ્ટી- બન્નેની દોસ્તી ત્યારે શરૂ થઇ જ્યારે રોહિતને કદાચ કોઇ જાણતુ હશે, પરંતુ અજયને આખી દુનિયા જાણતી હતી. એક એક્ટર છે અને બીજો નિર્દેશક છે. રોહિતે પોતાના નિર્દેશનની શરૂઆત અજય દેવગન સાથે જમીનમાંથી કરી હતી, બાદમાં બન્નેએ ઘણી હિટ ફિલ્મો આપી.
રણબીર કપૂર અને અયાન મુખર્જી- વેક અપ સિડમાં આ બન્નેની દોસ્તીની શરૂઆત થઇ, અને બાદમાં બન્ને ગાઢ મિત્રો બની ગયા. બન્ને અવાર નવાર સાથે ખાતા પણ સ્પૉટ થયા હતા. આ જોડીએ કેટલીક હિટ ફિલ્મો પણ આપી છે.
શાહરૂખ ખાન અને જુહી ચાવલા- બન્ને આજે પણ ગાઢ મિત્રો છે, ઓન સ્ક્રીન પર બન્ને પ્રેમી તરીકે દેખાતા હતા. બન્ને મિત્રો છે, જોકે એક સમયે બન્ને અલગ થઇ ગયા હતા, અને સંબંધો પણ બગડ્યા હતા, હવે બન્નેના સંબંધો બરાબર છે.
આમિર ખાન અને સલમાન ખાન- આમિર અને સલમાન બન્ને બૉલીવુડના આજે જાણીતા ચહેરા છે, પરંતુ કદાચ જ કોઇને ખબર હશે કે બન્ને મિત્રો પણ છે. બન્ને જણા અંદાજ અપના અપના ના સેટ પર પહેલીવાર મળ્યા હતા ત્યારેથી દોસ્તી શરૂ થઇ ગઇ હતી. આજે પણ એકબીજાની ફિલ્મોનો પ્રચાર પણ કરે છે.
કરીના કપૂર અને અમૃતા અરોડા- કરીના અને અમૃતા બન્ને ખુબ સારા મિત્રો છે, બન્ને જ્યારે બૉલીવુડમાં સંઘર્ષ કરી રહ્યાં હતા, તે સમયે મિત્રો બની ગયા હતા.
કરણ જોહર અને શાહરૂખ ખાન- આ બન્નેની મિત્રતા 25 વર્ષ જુની છે. બન્નેએ કેટલીય ફિલ્મો એકસાથે કરી છે, અને બન્ને હંમેશા એકબીજાની પ્રસંશા પણ કરે છે.
જૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચન- બન્નેની દોસ્તી ફિલ્મ ધૂમથી શરૂ થઇ, આ પછી બન્નેની જોડી દોસ્તાનામાં પણ દેખાઇ હતી.