રાજ કુંદ્રા પાસેથી પોલીસને કેટલી અશ્લીલ ફિલ્મો મળી એ જાણીને લાગી જશે આઘાત, પોલીસે કુંદ્રાની ધરપકડનું આપ્યું કારણ
મુંબઇઃ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં રોજ નવા નવા અને મોટા ખુલાસા થઇ રહ્યાં છે. કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ બન્ને પક્ષો કોર્ટમાં જબરદસ્ત દલીલબાજી કરી રહ્યાં છે. હવે કડીમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક ચોંકવાનારુ નિવદેન કોર્ટમાં આપ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇ પોલીસે કોર્ટમાં રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને ખુલાસો કરતા કહ્યું કે, પોલીસને રાજ કુન્દ્રા કેસમાં 51 જેલી પોર્નોગ્રાફી ફિલ્મ મળી છે, જે બે એપ્સ પરથી સિઝ કરાઇ છે. પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડનુ કારણ પણ આપ્યુ, પોલીસે કહ્યું કે આ મામલે અમે રાજ કુન્દ્રા અને રિયાન થોર્પને વૉટ્સએપને કેટલાક ગૃપની ચેટને ડિલીટ કરવાના આરોપમાં પકડ્યા છે,
સરકારી વકીલ અરુણા પાઇએ કોર્ટને બતાવ્યુ કે, પોલીસને 2 એપ્સમાંથી 51 પોર્ન ફિલ્મો મળી છે. રાજ કુન્દ્રા અને રેયાન થોર્પની એટલા માટે ધરપકડ કરી છે કેમકે તમને વૉટ્સએપના ગૃપ્સ અને ચેટ્સ ડિલીટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. આ રીતે આ લોકો સાથે જોડાયેલા સંબૂતો નથી કરી રહ્યાં હતા, એટલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રા અને રાયન થોર્પે બૉમ્બે હાઇકોર્ટમાં પોતાની ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરતા આને ગેરકાયદે ગણાવી હતી.
વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ સુનાવણીમાં સરકારી વકીલે જસ્ટીસ અજય ગડકરીની બેન્ચને બતાવ્યુ કે, આરોપીઓપ ર પોર્ન કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાના ગંભીર આરોપો છે, અને પોલીસે તેમના ફોન અને સ્ટૉરેજ ડિવાઇસીસમાંથી મહત્વના સબૂતો હાંસલ કર્યા છે. તેમને જણાવ્યુ કે, હૉટશૉટ્સ એપ પર રાજ કુન્દ્રા અને તેના લંડનમાં રહેનારા બનેવીની વચ્ચે ઇમેલ પણ મળ્યા છે. પ્રદીપ બખ્શી જ હૉટશૉટ્સ એપના માલિક બતાવવામા આવી રહ્યાં છે.
સરકારી વકીલે એ પણ બતાવ્યુ કે, પોલીસને ઘણીબધી અશ્લી અને બૉલ્ડ વીડિયો ઉપરાંત ખુબ સબસ્ક્રાઇબર્સ અને તેમનાથી મળેલા પેમેન્ટની જાણકારી પણ મળી છે. આ પહેલા રાજ કુન્દ્રાના વકીલ આબાદ પોન્ડાએ કોર્ટમાં કહ્યું કે, પોલીસે પહેલા રિમાન્ડમાં કોઇપણ ચેટ્સને ડિલીટ કરવાની વાત નહતી કહી. આ મામલામાં કોર્ટ હવે સોમવારે 2જી ઓગસ્ટે સુનાવણી કરશે.