Neha Dhupia Vacation: પતિ અંગદ અને બાળકો સાથે ઉદયપુરમાં વેકેશન માણી રહી છે નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયા હાલમાં ઉદયપુરમાં વેકેશન પર છે. તેણે પોતાના વેકેશનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેના પતિ અંગદ બેદી અને તેમના બાળકો મેહર અને ગુરિક પણ જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોમાં નેહાએ ઉદયપુરની લક્ઝરી હોટેલ બતાવી હતી. હોટેલની વેબસાઈટ અનુસાર, તે જે સ્યૂટમાં એક રાત રોકાઈ હતી તેની કિંમત લગભગ ₹1 લાખ હતી.
વિડિયો શેર કરતાં નેહાએ લખ્યું, “અમે છેલ્લા કેટલાક દિવસો વાદળોની પેલે પાર એક રહસ્યમય ટાપુમાં વિતાવ્યા. અહી રૈફલ્સ ઉદયપુર ખાતેની અમારી અવિશ્વસનીય વૈભવી સફરની અહીં એક ઝલક છે. અમે પહેલાથી જ ત્યાં અમારી આગામી સફરનું આયોજન કરી રહ્યા છીએ અને તમારે પણ કરવી જોઇએ.
વીડિયોમાં નેહા-અંગદ તેમના બાળકો મેહર અને ગુરિક સાથે પોઝ આપતા જોવા મળે છે. પરિવારને સ્વિમિંગ પુલમાં એન્જોય કરતો જોઇ શકાય છે.
કેટલાક ચાહકોએ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીસ પોસ્ટ કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં અંગદ અને નેહાએ તેમના લગ્નના ચાર વર્ષ પૂરા કર્યા હતા.
તેઓએ 10 મે, 2018ના રોજ દિલ્હીના એક ગુરુદ્વારામાં એક સમારોહમાં લગ્ન કર્યા. દંપત્તિને બે સંતાન છે.