મા બનવાની છે સુગંધા મિશ્રા, પતિ સાથે ફ્લોન્ટ કર્યો બેબી બંપ, જુઓ શાનદાર તસવીરો

Sugandha Mishra Pregnancy: 'સુરસુરી ભાભી' ઉર્ફે સુગંધા મિશ્રા માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'ધ કપિલ શર્મા શો' ફેમ 'સુરસુરી ભાભી' ઉર્ફે સુગંધા મિશ્રા માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

સુગંધાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની સાથે તેનો પતિ સંકેત પણ જોવા મળી રહ્યો છે.
સુગંધાએ શેર કરેલી તસવીરોમાં તે દરિયા કિનારે જોવા મળી રહી છે. એક્ટ્રેસે તેના બેબી બમ્પ શૂટ માટે વાઈન કલરનો હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો. તેણે મેચિંગ ઇયરિંગ્સ અને ગોલ્ડન બ્રેસલેટ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
તેનો પતિ સંકેત આછા ગુલાબી રંગના શર્ટ સાથે બ્લૂ જીન્સમાં જોવા મળે છે. આ કપલ ખૂબ જ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. આ ફોટા શેર કરતી વખતે સુગંધાએ કેપ્શનમાં લખ્યું - 'બેસ્ટ હજુ આવવાનું બાકી છે...અમારા નવા જોડાણ સાથે મળવા માટે રાહ નથી જોઈ શકતી. કૃપા કરીને તમારો પ્રેમ અને આશીર્વાદ બનાવી રાખજો.
તમને જણાવી દઈએ કે સુગંધા મિશ્રાએ 26 એપ્રિલ 2021ના રોજ કોમેડિયન એક્ટર અને ડોક્ટર સંકેત ભોસલે સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ આ કપલ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.
સુંગધા વિશે વાત કરીએ તો તે કોમેડિયન, અભિનેત્રી અને પ્લેબેક સિંગર છે. કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'થી તેને સાચી ઓળખ મળી હતી. આ સિવાય તે 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' અને ડાન્સ પ્લસ જેવા શોમાં પણ જોવા મળી હતી.