અમિતાભ બચ્ચનનો બંગલો ‘જલસા’ જન્નતથી કમ નથી. અંદરથી દેખાઇ છે આટલો સુંદર, જુઓ Inside તસવીરો
ભારતીય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેમની અભિનય કલાથી (Bollywood) ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ મુકામ બનાવ્યો છે. આજે તેમના ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. બિગ બી અમિતાભ બચ્ચન (Amitabh bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે કનેક્ટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે આપને અમિતાભ બચ્ચનના મુંબઇના બંગલા જલસાની કેટલીર અંદરની તસવીર આપની સાથે શેર કરી રહ્યાં છીએ, તેમનો બંગલો જલસા ખરેખર અંદરથી પણ શાનદાર છે.
બિગ બીનું પહલું ઘર પ્રતીક તેમના ઘર જલસાથી એક કિલોમીટરના અંતરે છે. આ મકાન તેમણે ખરીદ્યું હતું અને આ ઘરનું પણ સ્થાન તેમના દિલમાં વિશેષ છે.
આ વિશાળ બંગલામાં અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે રહે છે. નિર્દેશક રમેશ સિપ્પીએ અમિતાભને ફિલ્મ સતા પે સતામાં અભિનય બદલ આ બંગલો ભેટ કર્યો હતો.
જલસાની અંદર આપને ભગવાનની તમામ તસવીરો જોવા મળશે. રિપોર્ટસ મુજબ ઘરના મંદિરમાં સ્થાપિત મૂર્તિને હીરા અને સોનાના ઘરેણા ચઢાવેલા છે.
અમિતાભના આ બંગલાની કિમંત 100થી 120 કરોડની છે. જલસામાં આપને કાંચના ઝુમ્મર, શાહી વિરાસતથી પ્રેરિત શાનદાર પેન્ટિંગ જોવા મળે છે. જલસાની એક દિવાર બચ્ચન પરિવારના સભ્યોની તસવીરોથી ભરેલી છે.