જમ્યા બાદ વોક કરવાથી વજન ઉતરવાની સાથે આ બીમારીનું જોખમ ટળે છે, થાય છે આ 5 ફાયદા
જમ્યા બાદ વોકિંગની સલાહ નિષ્ણાત આપે છે. જમ્યા બાદ 10થી 30 મિનિટ ચાલવાથી અનેક ફાયદા થાય છે. જમ્યા બાદ વોક કરવાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તો જાણીએ જમ્યા બાદ વોક કરવાથી કયા ફાયદા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેશનલ ઇન્સ્ટીચ્યૂટ ઓફ હેલ્થના મત મુજબ 10 મિનિટની વોક વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. એક્સપર્ટના મત મુજબ જમ્યા બાદ નોર્મલ સ્પીડમાં ચાલવાથી મેદસ્વીતાથી દૂર રહી શકાય છે.
હૃદય રોગનું જોખમ પણ વોકિંગથી ઘટે છે. હૃદયની હેલ્થ માટે વોકિંગને બેસ્ટ માનવામાં આવે છે. ફિઝિકલ એક્ટિવિટી હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે. જમ્યા બાદ 10 મિનિટનું વોકિગ હૃદયરોગના જોખમને ટાળે છે.
જમ્યા બાદ 10થી 30 મિનિટ વોકિંગ કરવાથી પાચન સારી રીતે થાય છે. જમ્યા બાદ વોકિંગ કરવાથી ગેસ, એસિડીટિની સમસ્યાથી પણ બચી શકાય છે.
જમ્યા બાદ વોકિંગ કરવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. બ્લડ શુગરનું જોખમ ટાળી શકાય છે. 2016માં થયેલા રિસર્ચના તારણ મુજબ જમ્યા બાદ વોકિંગ કરવાથી જમ્યા બાદ વધતાં બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે.
એક્સપર્ટના મત મુજબ જમ્યા બાદ વોકિંગ કરવાથી કેલેરી બર્ન થાય છે. જો આ આદત રૂટીન બની જાય તો શરીરનું વજન વધતું અટકે છે. પેટની ચરબીને ઘટાડી શકાય છે.