સુપરસ્ટાર્સની આ બિગ બજેટ ફિલ્મની ફેન્સને આતુરતાથી રાહ, જાણો શાહરૂખ સહિત કયાં અભિનેતાની ફિલ્મ થશે રીલિઝ
બોલિવૂડ માટે કોરોનાનો સમય ખૂબ જ ખરાબ રહ્યો. 2020 બાદ જાણે બોલિવૂડની ફિલ્મોને ગ્રહણ લાગી ગયું છે. કોરોના પહેલા દર શુક્રવારે સામાન્ય રીતે ત્રણ ફિલ્મ રીલિઝ થઇ જતી હતી પરંતુ કોરોના કારણે મોટા બજેટની ફિલ્મોએ પણ ઓટીટી પ્લેટફોર્મ જ પસંદ કરવી પડ્યું છે. આ સ્થિતિમાં એવી કેટલીક ફિલ્મો છે,. જે મોટા પડદા પણ રીલિઝ થઇ શકે છે. જાણી કઇ ફિલ્મ અપકમિંગની યાદીમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિર્દેશક એસએસ રાજામૌલી ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મમાં આરઆરઆર એ રામચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. ફિલ્મની રિલીઝ ડેટ બે વખત આગળ વધારવામાં આવી છે. આવી સ્થિતિમાં, કોરોનાના વધતા જતા કેસો ઘટતાની સાથે જ 'RRR' સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બિગ બજેટ ફિલ્મ જોવા માટે દર્શકો હોલ સુધી પહોંચશે કે નહીં તે તો સમય જ કહેશે. ફિલ્મમાં સારી એવી ચર્ચા છે. (ફાઇલ ફોટો)
બ્રહ્માસ્ત્ર લાંબા સમયથી બની રહી છે. આ ફિલ્મમાં પહેલી વખત આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર સ્ક્રિન શેર કરતાં જોવા મળશે. રણબીર અને આલિયાનું સ્ટારડમ, ફિલ્મનો રસપ્રદ પ્લોટ અને શાનદાર VFXને કારણે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ દર્શકોને થિયેટરોમાં ખેંચી લાવવામાં સફળ રહેશે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં રીલિઝ થવાની છે. જેની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ એક ખૂબ જ અલગ પ્રકારની ફિલ્મ છે. (ફાઇલ ફોટો)
'પઠાણ'માં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. સૌથી મોટી વાત એ છે કે 'ઝીરો' પછી શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી અને આવી સ્થિતિમાં તેના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે પરંતુ તે એટલો કામયાબ અભિનેતા છે કે બે-ચાર ફ્લોપ ફિલ્મોથી તેના સ્ટારડમમાં કોઈ ફરક નથી પડ્યો, પરંતુ લોકો તેની પાસેથી સારી ફિલ્મની અપેક્ષામાં રહે છે. શાહરૂખ પોતે પણ પઠાણ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને કહેવાય છે કે તેની સ્ક્રિપ્ટ પણ ઘણી શાનદાર છે, આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની ફિલ્મ બોલિવૂડને ટ્રેક પર લાવી શકશે કે નહીં, તે પણ જોવાનું રહેશે. . (ફાઇલ ફોટો)
સલમાન ખાનની પણ છેલ્લી કેટલીક ફિલ્મો ધમાકેદાર સાબિત નથી થઈ રહી. આવી સ્થિતિમાં સલમાન ખાન એકમાત્ર એવો સ્ટાર માનવામાં આવે છે જેની ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી શકે છે. તેની ટાઇગર સિરીઝની ફિલ્મોએ રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં સલમાન-કેટરિનાની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે, ફિલ્મનો પણ સારો એવો ધમધમાટ છે, તો હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. (ફાઇલ ફોટો)
બાહુબલી બાદ પ્રભાસની સાહો દર્શકોને ખાસ પસંદ ન આવી. તો આદિ પુરૂષ એક પૌરાણિક ફિલ્મ છે. પ્રભાસની બે વધુ ફિલ્મ રાધેશ્યામ અને સાલાર પણ આ વર્ષે રીલિઝ થઇ રહી છે. આ સ્થિતમાં હવે પ્રભાસની ફિલ્મ ફરી એકવાર દર્શકોને કેટલી આકર્ષિત કરી શકે છે. તે જોવું રહ્યું.
પૃથ્વીરાજ અક્ષયકુમારની ફિલ્મ છે. જેમા માનુષી છિલ્લર ડેબ્યૂ કર્યું છે. તેના ભવ્ય રીતે બનાવવામાં આવી રહી છે. જો કે ઐતિહાસિક લુકમાં અક્ષયને દર્શકો પસંદ કરે છે કે નહીં તે જોવું રહ્યું
સૂર્યવંશી ફિલ્મ મેકર અને સ્ટાર્સને થોડી રાહત આપી રહી છે. તેનાથી મનોબળ વધી રહ્યું છે કે, જો ફિલ્મ સારી હશે તો ચોક્કસ દર્શકો સિનેમ ઘર સુધી પહોંચશે.