લગ્નના 2 મહિના બાદ બિકિનીમાં જોવા મળી આ ટીવી એક્ટ્રેસ, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ
ઓક્ટોબર મહિનામાં ટીવીની નાગિન સુરભી જ્યોતિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા. હાલમાં તે તેના પતિ સાથે વેકેશન પર છે. આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં હનીમૂન મનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બ્લેક બિકીની પહેરેલી સુરભીનું ટોન ફિગર ફોટોઝમાં સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રી મેકઅપ વગર પણ વધુ સુંદર લાગી રહી છે.
બ્લેક બિકિની તસવીરો શેર કરી સુરભી જ્યોતિએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. અભિનેત્રની હોટ તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે.
એક તસવીરમાં સુરભી એક પૂલ પાસે ઉભી છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. તેની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના લુક અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકો આશ્ચર્યમાં છે.
સુરભી સિરિયલ કુબૂલ હૈ, નાગિન, ઈશ્કબાઝ, તન્હૈયાં અને કોઈ લૌટ કે આયા હૈ જેવા લોકપ્રિય ટીવી શો માટે જાણીતી છે. તેણે 27 ઓક્ટોબરે જિન કોર્બેટ ખાતે એક ઈંટીમેટ સમારોહમાં લગ્ન કર્યા.
આ લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ પહેલા સુરભીએ તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો હતો.