બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે ઋતિક રોશનની એક્સ વાઈફ, બિકિની તસવીરો વાયરલ
ઋતિક રોશનની એક્સ વાઈફ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝેન ખાન બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથેના સંબંધોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુઝેન અને અર્સલાનના સંબંધો એકદમ ખુલ્લા છે. બંને ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે, ટ્રિપની મજા લેતા હોય છે અથવા સાથે સમય વિતાવતા હોય છે.
હાલમાં જ સુઝેન ખાન તેના બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મેક્સિકો પહોંચી છે, જ્યાંથી તે સતત તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે.
આ તસવીરોમાં સુઝેન બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જ્યારે અર્સલાન પણ શાનદાર લાગી રહ્યો છે. બંને સાથે તેમના કેટલાક મિત્રો પણ હાજર છે.
તમને જણાવી દઈએ કે સુઝેન અને ઋતિકને અલગ થયાને ઘણા વર્ષો થયા ગયા છે. બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે પરંતુ તેમ છતાં બંને એકબીજાના નામે ટ્રોલ થાય છે.
જેમ કે જ્યારે પણ સુઝેન અર્સલાન સાથે રોમેન્ટિક પિક્ચર્સ અથવા વિડિયો શેર કરે છે, ત્યારે લોકો ઋતિકનું નામ લઈને તેને ટ્રોલ કરે છે. ડિવોર્સ પછી પણ ઋતિક અને સુઝેન એક સારા બોન્ડ શેર કરે છે.
આ તસવીરો શેર કરતા સુઝેને કેપ્શનમાં લખ્યું મારા મનપસંદ લોકો સાથે શાનદાર યાદો....થેંક્યૂ જિંદગી.