Antilia Inside Pics: અંદરથી આવું દેખાય છે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંથી એક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વૈભવી સુવિધાઓથી સજ્જ ઘર એન્ટીલિયા મુંબઈમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આ ભવ્ય ઘર 'એન્ટીલિયા'ને બકિંગહામ પેલેસ પછી વિશ્વની બીજી સૌથી મોંઘી મિલકત કહેવાય છે.

અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની કિંમત જાણીને તમે ચોંકી જશો.
એડી અનુસાર અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા 2 બિલિયન ડૉલરનું છે, ભારતીય ચલણ પ્રમાણે તે 1500 કરોડ રૂપિયા છે.
અંબાણી પરિવારના 27 માળના આલીશાન ઘર એન્ટિલિયામાં પાર્કિંગ માટે 6 માળ બનાવવામાં આવ્યા છે. અહીં 168 કાર પાર્ક કરી શકાય છે.
એન્ટિલિયા ફક્ત તેના બિનપરંપરાગત લેઆઉટ અને ભવ્ય સ્કેલ માટે ધ્યાન ખેંચતું નથી. અંબાણીના ઘરને જે ખાસ અને અનોખું બનાવે છે તે તેની પ્રભાવશાળી વિશેષતાઓ છે.
એન્ટિલિયા રિક્ટર સ્કેલ પર આઠની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે.
એન્ટિલિયામાં ત્રણ હેલિપેડ, 80 મહેમાનો માટે જગ્યા ધરાવતું થિયેટર, એક સ્પા, બૉલરૂમ અને ટેરેસ ગાર્ડન પણ છે.