Then And Now: આ અભિનેત્રીઓને ચહેરા અને શરીરની સર્જરી કરાવવી ભારે પડી, કેટલીકે જીવ પણ ગુમાવ્યો
Actress Look After Surgery: કેટલીક અભિનેત્રીઓએ નાકની સર્જરી કરાવી તો કેટલીકે હોઠ ફુલાવવા માટે સર્જરી કરાવી. પરંતુ સારું દેખાવા માટે કરાવેલી આ સર્જરીના પરિણામો દરેક અભિનેત્રી માટે સારા નથી રહ્યા. એવું ઘણી વખત જોવા મળ્યું છે, જ્યારે અભિનેત્રીઓએ સુંદર દેખાવાની લાલસામાં પોતાનો ચહેરો બગાડ્યો હોય. તો કોઈ હિરોઈને પાતળા દેખાવાની લાલચમાં જીવ પણ ગુમાવવો પડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ સાઉથ એક્ટ્રેસ સ્વાતિ સતીશ રૂટ કેનાલ ટ્રીટમેન્ટના કારણે ચર્ચામાં રહી હતી. આ સારવારથી તેનો ચહેરો બગડી ગયો હતો. તેના ચહેરા પર ઘણો સોજો આવી ગયો હતો.
બંગાળી અભિનેત્રી મિષ્ટી મુખર્જીએ સ્લિમ બનવા માટે કીટો ડાયટ લીધી. આ ડાયટને કારણે તેની બંને કિડની ફેલ થઈ ગઈ, જેના કારણે તેનું મોત થઈ ગયું.
રાખી સાવંતે ઘણી બધી સર્જરીઓ કરાવી છે, પરંતુ તેના પરિણામ બહુ સારા ન આવ્યા. રાખીએ નાકની સર્જરી, હોઠની વૃદ્ધિ માટેની સર્જરી અને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટેશન કરાવ્યું છે. બિગ બોસની લડાઈ દરમિયાન તેના ઈમ્પ્લાન્ટને પણ નુકસાન થયું છે.
ટારઝન, વોન્ટેડ જેવી ફિલ્મોમાં જોવા મળેલી આયેશા ટાકિયા પણ સાવ બદલાઈ ગઈ છે. અભિનેત્રીએ બોટોક્સ અને લિપ એન્હાન્સમેન્ટ (હોઠની વૃદ્ધિ) કરાવ્યું છે.
સાઉથની લોકપ્રિય અભિનેત્રી આરતી અગ્રવાલનું પણ વજન ઘટાડવા માટે કરાવેલા લિપોસક્શન દરમિયાન મોત થયું હતું. વજન વધવાને કારણે આરતીને કામ મળતું બંધ થઈ ગયું હતું. તે 2015માં લિપોસક્શન કરાવવા ગઈ હતી, જ્યાં સર્જરી દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.
કોએના મિત્રાએ 2011માં નાકની સર્જરીથી નાક પાતળું કરાવ્યું હતું અને તેના ચહેરામાં કેટલાક ફેરફારો પણ કરાવ્યા હતા. જો કે, આ સર્જરી બાદ તેના હાડકાં ફૂલવા લાગ્યા, જેના કારણે તેના શરીરને નુકસાન થયું. અભિનેત્રીનો ચહેરો એટલો બદલાઈ ગયો કે તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું.
કન્નડ અભિનેત્રી ચેતના રાજે શરીરની ચરબી દૂર કરવાની સર્જરી કરાવી હતી પરંતુ સર્જરી દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ઘણા શોમાં કામ કરી ચુકેલા રહેલા રાકેશ દીવાનાનું પણ લિપોસક્શનના (વજન ઘટાડવા માટેની સર્જરી) ચાર દિવસ પછી જ અવસાન થયું હતું.