Actresses Remained Unmarried After Breakup: પ્રેમમાં મળ્યો દગો, બ્રેકઅપ બાદ કુંવારી રહી આ અભિનેત્રીઓ
તબ્બુ બોલીવૂડની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી લોકોના દિલ જીતનારી તબ્બૂએ લગ્ન નથી કર્યા. તેનું નામ નાગાર્જુન અને સાજિદ નડિયાદવાલા સાથે જોડાયું હતું, પરંતુ સંબંધો આગળ ન વધ્યા. ત્યારબાદ તબ્બૂએ ક્યારેય લગ્ન નથી કર્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરગીસ ફાકરી એક્ટર ઉદય ચોપરા સાથે રિલેશનશિપમાં હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. નરગીસ હજુ પણ તૂટેલા હૃદય સાથે કુંવારી છે.
પરવીન બાબી 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી. તેમનું નામ મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડેની સાથે જોડાયું હતું. પરંતુ પરવીન બાબીના સંબંધો કોઈની સાથે ન ચાલ્યા. 50 વર્ષની વયે દુનિયા છોડી જનાર પરવીન બાબી પણ હંમેશા તૂટેલા દિલ સાથે હંમેશા કુંવારી રહી.
સુરૈયા જૂના જમાનાની જાણીતી અભિનેત્રી હતી. તે દેવ આનંદ સાથે ખૂબ જ પ્રેમમાં હતી. સુરૈયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તે માત્ર દેવ આનંદના કારણે બીજા કોઈ સાથે લગ્ન કરી શકી નથી.
રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રી છે. તેણે 200 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે. રાનીનું નામ તેના કો-એક્ટર રવિ કિશન સાથે જોડાયું હતું. જોકે, બંનેએ ક્યારેય આવી બાબતો પર ધ્યાન આપ્યું નથી. 46 વર્ષની રાની ચેટર્જીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.