બીચ વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો તમન્ના ભાટિયાના આ આઉટફિટ્સને કરો કોપી
ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેથી જો તમે ક્યાંક બીચ વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કપડાંને લઈને મૂંઝવણમાં છો તો અમે તમારી મદદ કરી શકીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે બિકીની સામાન્ય રીતે બીચ પર પહેરવામાં આવે છે, પરંતુ જો તમે બિકીની પહેરવા નથી માંગતા અને હોટ પણ દેખાવા માંગતા હો તો 'બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો આ આઉટફિટ તમારી મદદ કરી શકે છે.
તમન્ના હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે અને આ દરમિયાન તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત ફોટો શેર કરતી રહે છે.
તસવીરોમાં તમન્નાએ સફેદ રંગનું શોર્ટ્સ પહેર્યું છે તેની સાથે તેણે ગુલાબી રંગનું ક્રોએટ ટોપ પહેર્યું છે. આ ટોપ અને શોર્ટ્સ સાથે અભિનેત્રીએ ગુલાબી શ્રગ પહેર્યું છે જે એકદમ શાનદાર લાગે છે.
આ ફોટામાં તમન્ના હોટ અને સિમ્પલ લાગી રહી છે. અભિનેત્રીએ લાલ કલરના શોર્ટ્સ અને આ કલરના ક્રોપ ટોપ પહેર્યા છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.