South Actress : અનુષ્કા શેટ્ટીથી લઈ રશ્મિકા સુધીની સાઉથની અભિનેત્રીઓ આળોટે છે ધનના ઢગલામાં, જાણો આંકડો
પૂજા હેગડે : રોહિત શેટ્ટીની એક્શન-ડ્રામા ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં પણ જોવા મળશે. અભિનેત્રીની કુલ સંપત્તિ 40-60 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'જવાન' અભિનેત્રી નયનતારાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે.
'બાહુબલી' ફેમ અનુષ્કા શેટ્ટી પોતાની પ્રતિભા અને મહેનતના બળે તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. અભિનેત્રીની કુલ સંપત્તિ 110-120 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.
'બાહુબલી' ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયા છે. અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તમન્ના એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે.
'યશોદા' અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની કુલ સંપત્તિ 89 કરોડ રૂપિયા છે. આ અભિનેત્રી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સામંથા રૂથ એક ફિલ્મ દીઠ 3 થી 5 કરોડ રૂપિયા લે છે.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. તે કથિત રીતે પ્રતિ ફિલ્મ 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તેની નેટવર્થ લગભગ 45-50 કરોડ રૂપિયા છે.
અભિનેત્રી રશ્મિકા મંદન્ના ફિલ્મ 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 45-50 કરોડ રૂપિયાની આસપાસ છે. તે એક ફિલ્મ દીઠ 4-6 કરોડ રૂપિયા લે છે.