Television : ડેટિંગની અફવાઓ વચ્ચે આ અભિનેત્રીએ શેર કરી ગ્લેમર તસવીરો, સાથે લખ્યું કે, હું...
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં શિવાંગી જોશી બેજ કલરના મિડી ડ્રેસમાં પોઝ આપતી જોઈ શકાય છે. તેની ખૂની આંખોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.
કિલર તસવીરો ઉપરાંત લોકોનું ધ્યાન શિવાંગી જોશીના કેપ્શન પર ગયું છે, જે તેમના ડેટિંગના સમાચાર તરફ ઈશારો કરી રહ્યું છે.
શિવાંગી જોશીએ કેપ્શનમાં લખ્યું હતું, અત્યારે હું માત્ર મારી જ છું અને હું મારી જાતને કોઈની સાથે શેર નથી કરી રહી.
શિવાંગી જોશીની આ પોસ્ટનો ઈશારો તેના પ્રિયજનો સારી રીતે સમજી ગયા છે. ડેટિંગ રૂમર્સને નજર અંદાજ કરવાની તેની રીત લોકોને પસંદ આવી છે.
એક લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શિવાંગી જોશી 'બાલિકા વધૂ 2'ના કો-સ્ટાર રણદીપ રાયને ડેટ કરી રહી છે.
આ પછી શિવાંગી જોશીએ તરત જ એક ઈન્ટરવ્યુમાં આ અહેવાલોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે રણદીપ માત્ર તેનો મિત્ર છે.