Bollywood Couples Love Story: આ સેલેબ્સની પ્રેમ કહાણી રહી ગઇ અધૂરી... આ કારણે છૂટી ગયો સાથ અને તૂટી ગયો સંબંધ...
રેખા અને અમિતાભ બચ્ચને લગભગ 10 જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ દરમિયાન બંનેની રિલેશનશિપના કિસ્સા ખૂબ ચર્ચામાં રહ્યાં. રેખા તો અનેક વખત બિગ બી સાથે પ્રેમનો એકરાર પણ અનેક વખત કરી ચૂકી હતી.જો કે અમિતાભ બચ્ચન પરણિત હોવાથી આ સંબંધ અધૂરો જ રહી ગયો અને સિલસિલા ફિલ્મ બાદ આ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમય હતો જ્યારે શિલ્પા અને અક્ષય કુમારની રિલેશનશિપના ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન હતા. બંને લગ્ન કરવા પણ ઇચ્છતા હતા. જો કે આ દરમિયાન શિલ્પાને જાણ થઇ કે, અક્ષય કુમાર ટ્વિકલને પણ ડેટ કરી રહ્યો છે. આ હકિકત જાણીને શિલ્પાનું દિલ તૂટી ગયું અને બંને હંમેશા હંમેશા માટે જુદા થઇ ગયા.
સલમાન ખાન અન ઐશ્વર્યા રાયના સંબંધની ચર્ચા હમ દિલ દે ચૂકે ફિલ્મથી શરૂ થઇ હતી. જો કે બંનેનું ચેપ્ટર પણ કલોઝ થઇ ગયું, જો કે આ તૂટેલા સંબંધની વાતો આજે પણ લોકો એટલી જ દિલચશ્પી સાથે સાંભળે છે.
સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ એશ્વર્યાની નિકટતા વિવેક ઓબરોય સાથે વધી ગઇ. સ્થિતિ એવી પણ સર્જાઇ હતી કે, આ જ કારણે સલમાન અને વિવેક ઓબરોય વચ્ચે પણ દુશ્મની થઇ ગઇ હતી. આજે પણ સલમાને તેમને માફી નથી આપી. જો કે એશ્વર્યા રાયે જ વિવેકો સાથ છોડી દીધો અને આ સંબંધ પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.
શાહિદ કપૂર અને કરીના કપૂર બંનેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ એક જ સમયે એન્ટ્રી લીધી હતી. બંને ફિલ્મોમાં સાથે કામ કરવાની સાથે નજીક આવ્યાં અને થોડા સમય માટે બંને એકબીજાને ડેટ કરતા રહ્યાં. જો કે 2007માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું.
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની રિલેશનશિપ લગભગ 6 વર્ષ સુધી રહી. કહેવાય છે કે, આ રિલેશનશિપને લઇને દીપિકા ખૂબ જ સીરિયસ હતી. જો કે રણબીર કપૂર સિરિયસ ન હતો. આજ કારણ હતું કે, બ્રેકઅપ બાદ દીપિકા ડિપ્રેશનમાં સરી પડી હતી. આજે પણ આ લવસ્ટોરીમાં પ્રેમ કરતા બ્રેકઅપના ચર્ચા વધુ થાય છે.
રણબીર કપૂર અને કેટરિના કૈફનું રિલેશનશિપને લઇને એવું કહેવાય છે કે, કેટરિનાના કારણે જ દીપિકા અને રણબીરનું બ્રેકઅપ થયું હતું. જો કે રણબીર અને દીપિકાનો સંબંધ પણ બહુ લાંબો ન ચાલ્યો અને એક વળાંકે આવીને બધું જ ખતમ થઇ ગયું. જો કે આજે પણ આ અધુરી પ્રેમ કહાણીનો ઉલ્લેખ ચોક્કસ થતો રહે છે.