Throwback Bollywood: જ્યારે અક્ષય કુમારનો ચંબલના ડાકુઓ સામે થયો હતો સામનો, માંડ-માંડ બચ્યો હતો એક્ટર
પોતાની દરેક ફિલ્મમાં નીડર પાત્ર ભજવનાર અક્ષય કુમારે એક વખત ડાકુઓનો સામનો કર્યો છે. આ દરમિયાન અભિનેતાનો જીવ માંડ માંડ બચ્યો હતો. આવો જાણીએ શું હતી સમગ્ર ઘટના ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'OMG 2'ને લઈને ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મ હાલમાં થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે.
આ ઘટના અક્ષય કુમારે અનુપમ ખેરના ફેમસ શો 'કુછ ભી હો સકતા હૈ'માં સંભળાવી હતી. અભિનેતાએ કહ્યું કે એક વખત તેના જીવનમાં આવી ક્ષણ આવી જ્યારે તેનો જીવ માંડ માંડ બચ્યો હતો.
અક્ષય કુમારે અનુપમ ખેર સાથે વાત કરતા કહ્યું, “જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું ત્યારે હું પૈસા કમાવવા માટે કંઈ પણ કરતો હતો. આવી સ્થિતિમાં એક વખત હું મુંબઈથી ઘરેણાં વેચવા જતો હતો. તે સમયે મેં ફ્રન્ટિયર મેલ દ્વારા મુસાફરી કરી હતી. ત્યારે મુસાફરી દરમિયાન ચંબલના ડાકુઓ આવ્યા હતા.
અક્ષયે કહ્યું હતુ કે તે સમયે હું ટ્રેનમાં સૂતો હતો, પરંતુ કોચમાં હલચલ થતાં જ હું જાગી ગયો. પછી મેં જોયું કે ડાકુઓ અમારી બોગીમાં ઘૂસી ગયા હતા. તેમને જોઈને હું એટલો ડરી ગયો કે મેં મારી જાતને કહ્યું કે ચુપચાપ સૂઈ જાવ, કંઈ બોલીશ નહી બેટા, હું આ બધું વિચારી રહ્યો હતો ત્યાં તો તેઓ બધાનો સામાન ઉઠાવીને લઇ ગયા. જેમાં મારો સામાન પણ હતો. પણ હું કંઈ કરી શક્યો નહિ.
વધુમાં અક્ષય કુમારે કહ્યુ હતું કે ડાકુઓ પાસે ઘણી બંદૂકો પણ હતી, જો હું કંઈક કરવાની હિંમત કરું તો તેઓ મને ગોળી મારી શકતા હતા. આવી સ્થિતિમાં હું મનમાં ને મનમાં રડી રહ્યો હતો પણ તેની સામે સૂતો હોય તેવી એક્ટિંગ કરી રહ્યો હતો. એટલા માટે મારો જીવ બચી ગયો હતો
નોંધનીય છે કે ફિલ્મોમાં આવતા અગાઉ અક્ષય કુમારે ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે અભિનેતા વેઈટર તરીકે પણ કામ કરતો હતો. પરંતુ આજે તે બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે.