Andre Timminના દીકરા લેસ્લી ટિમિન્સની વેડિંગ Reception પાર્ટીમાં થયો બૉલીવુડ સેલેબ્સનો જમાવડો, લાલ સાડીમાં સંગીતા બિજલાનીનો ધાંસૂ અંદાજ
Timmins Reception Photos: ગઈકાલે રાત્રે વિઝક્રાફ્ટના સહ-સ્થાપક આન્દ્રે ટિમિન્સના દીકરા લેસ્લી ટિમિન્સની વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૉલીવુડની તમામ હસ્તીઓએ હાજરી આપી હતી, એટલે કે આ પાર્ટીમાં બૉલીવુડ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં સંગીતા બિજલાનીએ બધાનું ધ્યાન સાડી લૂકમાં ખેંચ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્ટીમાં ફેમસ ફિલ્મમેકર કરણ જોહરે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે બ્લેક લૂકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
ઋત્વિક રોશને પણ લેસ્લી ટિમિન્સના રિસેપ્શનમાં હાજરી આપી હતી. અહીં તે એકલો નહીં પરંતુ તેના પિતા રાકેશ રોશન સાથે પહોંચ્યો હતો.
બૉલીવૂડના ક્યૂટ કપલ જેનેલિયા અને રિતેશ દેશમુખે પણ હાજરી આપી હતી, જ્યાં જેનેલિયા જાંબલી રંગના ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે રિતેશ બ્લેક ટક્સીડોમાં જોવા મળ્યો હતો.
રિસેપ્શન પાર્ટીમાં શત્રુઘ્ન સિંહા પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા. તો રેખાએ પણ આ પાર્ટીમાં પોતાની હાજરી નોંધાવી હતી.
જેમાં બૉલીવૂડના કબીર સિંહ એટલે કે શાહિદ કપૂરે પણ ભાગ લીધો હતો. અહીં તે પોતાના નવા લૂકમાં જોવા મળ્યો હતો. પાર્ટીમાં શાહિદ એકલો જ પહોંચ્યો હતો.
આ પાર્ટીમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ પણ હાજરી આપી હતી. 63 વર્ષની સંગીતા બિજલાની રેડ કલરની સાડીમાં ધૂમ મચાવી હતી.
આ પાર્ટીમાં નિખિલ દ્વિવેદી પણ પત્ની ગૌરી પંડિત સાથે પહોંચ્યા હતા.
નીલ નીતિન મુકેશ પણ પત્ની રૂકમણી સાથે ટિમિન્સના રિસેપ્શનમાં પહોંચ્યો હતો.