Karan Johar Party Pics: સોનમથી લઇને તૃપ્તિ ડિમરી સુધી, કરણ જોહરની પાર્ટીમાં પહોંચ્યા અનેક સ્ટાર્સ
Karan Johar Party Pics: કરણ જોહર મોટાભાગે પોતાના ઘરે પાર્ટીઓનું આયોજન કરે છે. ગયા દિવસે ફરી એકવાર સોનમ કપૂરથી લઈને તમન્ના-વિજય સુધીના તમામ સ્ટાર્સ ફિલ્મ મેકરના ઘરે અદભૂત લુકમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે રાત્રે કરણ જોહરના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં ફિલ્મ મેકરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બી ટાઉનના ઘણા સેલેબ્સ અદભૂત લૂકમાં પહોંચ્યા હતા.
સોનમ કપૂર ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે, અભિનેત્રી ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં જોવા મળતી રહે છે. સોનમ પણ ગઈ કાલે કરણ જોહરની પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી.આ દરમિયાન સોનમ કપૂર સફેદ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. સોનમે તેના સફેદ ડ્રેસ સાથે બ્રાઉન કલરની ટોપી પણ પહેરી હતી. આ લુકમાં એક્ટ્રેસ એકદમ એલિગેન્ટ લાગી રહી હતી.
વિજય વર્મા અને તમન્ના ભાટિયાએ પણ કરણ જોહરના ઘરની પાર્ટીમાં સાથે હાજરી આપી હતી.તમન્નાએ લીલા રંગનું ફુલ સ્લીવ્ઝ ટોપ પહેર્યું હતું. જ્યારે વિજય કલરફુલ શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
દરમિયાન તમન્ના અને વિજય કારમાં બેસીને એકબીજા સાથે વાતો કરતા જોવા મળ્યા હતા.
કરણ જોહરની પાર્ટીમાં એક્ટ્રેસ ડાયના પેન્ટી પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.દરમિયાન ડાયના ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તે એકદમ ક્લાસી લાગી રહી હતી.
પાર્ટીમાં 'એનિમલ' એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી પણ ખૂબ જ શાનદાર અંદાજમાં પહોંચી હતી.
તૃપ્તિએ લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તે એકદમ સુંદર લાગી રહી હતી.