Avika Gor: ટીવી એક્ટ્રેસ અવિકા ગૌરનો સ્ટાઈલિશ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
અભિનેત્રી અવિકા ગૌરે ટીવી શો 'બાલિકા વધૂ'થી દરેક ઘરમાં આનંદી તરીકે પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી લાંબા સમય સુધી શોનો ભાગ રહી. આ પછી તે 'સસુરાલ સિમર કા'માં રોલીના રોલમાં જોવા મળી હતી. અવિકા કૌર જાણીતી ટીવી અભિનેત્રી છે. અવિકા તેના સ્ટાઈલિશ લૂક માટે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવિકા ગૌરે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. અવિકા ગૌરનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અવિકા ગૌરના ફેન્સ પણ તેના આ સ્ટાઈલિશ લૂકને પસંદ કરી રહ્યા છે. અવિકા ગૌર આ નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ટીવી એક્ટ્રેસ અવિકા ગૌર ટ્રાન્સપરન્ટ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. અવિકાના નવા લૂકને પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીવી અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
તેને બાળપણથી જ અભિનયનો શોખ હતો. 2008 માં અવિકા ગૌરને સીરિયલ બાલિકા વધૂમાં મુખ્ય ભૂમિકા ભજવવાની મોટી તક મળી હતી. જેમાં તેને આનંદીનો રોલ મળ્યો હતો. આ ટીવી સીરિયલના કારણે આનંદી ઘર ઘરમાં જાણીતી બની હતી.
અવિકા ગૌર 'બાલિકા વધૂ' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. આ સિવાય તે સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
અવિકા ગોર ટ્રાન્સપરન્ટ લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. એક્ટ્રેસ બોલ્ડ લૂક જોઈ ચાહકો પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
(તમામ તસવીરો અવિકા ગૌર-ઈન્સ્ટાગ્રામ)