અંકિતા લોખંડે સહિત આ ટીવી સેલેબ્સે બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોની ઓફરને ફગાવી દીધી છે
મુંબઇઃ જાણીતી કોમેડિયન કપિલ શર્માથી લઇને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સહિત અને ટીવી સેલેબ્સે બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો ઠુકરાવી ચૂક્યા છે. જોકે આ સેલેબ્સને ફિલ્મોની સફળતા જોઇને પસ્તાવાનો વારો આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્રષ્ટિ ધામી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સની ઓફર ફગાવી દીધી હતી.
એક રિપોર્ટ અનુસાર કરણ ટૈકર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ અભિનેતાએ પોતે જ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.
શાહીર શેખે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને અત્યાર સુધી ઘણી મોટા બજેટની ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ તે અત્યારે ટીવી છોડવા માંગતો નથી.
સ્ટાર પ્લસના શો ‘કસૌટી જીંદગી કી’માં અનુરાગ બાસુનું પાત્ર ભજવનાર પાર્થ સામથને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ઓફર ઠુકરાવી દીધી હતી. આ પછી સંજય લીલા ભણસાલીએ શાંતનુ મહેશ્વરીને રોલ ઓફર કર્યો.
રિપોર્ટ અનુસાર, એરિકા ફર્નાન્ડિસને પણ અત્યાર સુધી ઘણી ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ અભિનેત્રીએ હાલમાં નાના પડદાથી મોટા પડદા પર શિફ્ટ થવાનું વિચાર્યું નથી.
મોહિત રૈનાએ બિપાશા બાસુની બિગ બજેટ ફિલ્મ ક્રિચર 3Dને ઠુકરાવી દીધી. જોકે અભિનેતાએ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘શિદ્દત’ ફિલ્મોમાં તેની એક્ટિંગનો પરચો આપ્યો હતો.
સુરભી ચંદનાએ ઘણી ટીવી સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. અભિનેત્રીને ઘણી મોટી ફિલ્મોની ઓફર પણ મળી છે, પરંતુ અભિનેત્રી હાલમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાનું વિચારી રહી નથી.
કપિલ શર્માને મોટા ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોએ ફિલ્મની ઓફર કરી છે પરંતુ તે માત્ર કોમેડી જોનર પર જ ધ્યાન આપવા માંગે છે. આ જ કારણ છે કે તેણે ઘણી મોટા બજેટની ફિલ્મો પણ રિજેક્ટ કરી છે.
રિપોર્ટ અનુસાર, અંકિતા લોખંડેને પણ હેપ્પી ન્યૂ યર અને બાજીરાવ મસ્તાની ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી. અભિનેત્રીએ ફિલ્મ ‘મણિકર્ણિકા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.