ટ્વિંકલ ખન્નાની ડેબ્યૂ ફિલ્મ રહી હતી હિટ, છ વર્ષ બાદ બોલિવૂડને કહ્યું અલવિદા
Bollywod Actress Career: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેકનું નસીબ ચમકતું નથી. આ જ કારણ છે કે જ્યારે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી ત્યારે ઘણા સ્ટાર્સે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરનાર અભિનેત્રી વિશે જણાવીશું. તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ ત્યારબાદ લગભગ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તેનું નામ ટ્વિંકલ ખન્ના છે.
ટ્વિંકલ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની છે. તેણે વર્ષ 1995માં ફિલ્મ 'બરસાત'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેની સાથે બોબી દેઓલની જોડી જોવા મળી હતી. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ટ્વિંકલ ખન્નાની પહેલી ફિલ્મ 'બરસાત' માત્ર 8.25 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તેની વર્લ્ડવાઈડ કમાણી 34 કરોડ રૂપિયા હતી.
'બરસાત'ની સફળતાએ ટ્વિંકલ ખન્નાને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી. તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. તેના બરાબર એક વર્ષ બાદ ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ 'જાન'માં કામ કર્યું હતું.
ફિલ્મ 'જાન'માં અજય દેવગન સાથે ટ્વિંકલ ખન્નાની કેમેસ્ટ્રી સિલ્વર સ્ક્રીન પર છવાઈ ગઈ હતી. તેના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ કમાણીના મામલે સફળ સાબિત થઈ છે.
આ પછી તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ સાથે જ ઘણી ફિલ્મો ફ્લોપ અને ડિઝાસ્ટર સાબિત થઈ હતી.
ટ્વિંકલ ખન્નાની 'દિલ તેરા દિવાના', 'ઉફ્ફ યે મોહબ્બત', 'ઇતિહાસ' ફ્લોપ રહી હતી. 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' સેમી હિટ હતી અને 'જોરુ કા ગુલામ', 'ઇન્ટરનેશનલ ખિલાડી' એવરેજથી ઓછી હતી. સાથે જ 'બાદશાહ' એવરેજ સાબિત થઈ અને 'મેલા' ડિઝાસ્ટર સાબિત થઈ હતી.
2001માં આવેલી ટ્વિંકલ ખન્નાની ફિલ્મ 'જોડી નંબર 1' હિટ રહી હતી પરંતુ તે જ વર્ષે રિલીઝ થયેલી 'લવ કે લિયે કુછ ભી કરેગા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ પછી ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડને હંમેશા માટે અલવિદા કહી દીધું. હવે તે રાઇટર બની ગઈ છે.