Urvashi Insta: પીએમ મોદી અને વિરાટ કોહલીના લિસ્ટમાં સામેલ થઇ ઉર્વશી રૌતેલા, એક પૉસ્ટના વસૂલે છે આટલા કરોડ
Urvashi Rautela Latest News: બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર સમાચારોમાં ચમકી છે. ઉર્વશી ભલે ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેની પૉપ્યૂલારિટી જબરદસ્ત છે. તેના ફેન્સ તેને પીએમ મોદી અને કોહલીની લિસ્ટમાં ઉતારી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અને મૉડલ ઉર્વશી રૌતેલા કોઈ અજાણ્યું નામ નથી. સોશ્યલ મીડિયા પર સનસનાટી મચાવનાર કેટલાક સિલેક્ટેડ સેલેબ્સમાં એક્ટ્રેસનું નામ સામેલ છે.
ઉર્વશી રૌતેલા અત્યાર સુધી ભલે ઓછી ફિલ્મોમાં દેખાઇ છે, પરંતુ તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. સોશ્યલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા પણ કરોડોમાં છે.
ઉર્વશી રૌતેલાના જબરદસ્ત ફેન ફોલોઈંગના કારણે જ તેનું નામ હવે એવા પ્રતિષ્ઠિત સેલેબ્સના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જેમાં પીએમ મોદીથી લઈને વિરાટ કોહલી જેવા સ્ટાર્સ સામેલ છે.
અમે એવા 10 ભારતીય લોકોની વાત કરી રહ્યા છીએ, જેઓ ઇન્સ્ટાગ્રામ પર વધુમાં વધુ ફોલોઅર્સ મેળવવામાં સફળ રહ્યા છે. ઉર્વશી રૌતેલા પણ તે 10 લોકોમાંથી એક છે.
ફૉર્બ્સના રિપોર્ટ અનુસાર, આ યાદીમાં ઉર્વશી રૌતેલા 10મા સ્થાને છે જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી પહેલા સ્થાન પર છે.
રિપોર્ટમાં જૂનના બીજા સપ્તાહ સુધીના આંકડા છે અને તે મુજબ કોહલીના 252 મિલિયન ફોલૉઅર્સ છે. વળી, ઉર્વશીના ફોલૉઅર્સની સંખ્યા 66.3 મિલિયન છે.
આ જબરદસ્ત ફોલોઈંગથી ઉર્વશી પણ ખુબ તગડી કમાણી કરે છે. તે તેના ફોલોઅર્સના કારણે છે કે તેની હાલમાં લોંગવે અને લૉટસ365 જેવી બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ ધરાવે છે.
આ સિદ્ધિને વધુ સારી રીતે સમજવા માટે આપણે આ આંકડો જોઈ શકીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્સ્ટા ફોલૉઅર્સની સંખ્યા ઉર્વશીના ફોલોઅર્સ કરતાં માંડ 9 મિલિયન ડૉલર વધારે છે.
બૉલીવુડના આ લિસ્ટમાં ઉર્વશી કરતાં પ્રિયંકા ચોપડા, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને જેકલીન ફર્નાન્ડિઝ આગળ છે.
ઈન્સ્ટાગ્રામ પર એટલુ મોટુ ફેન ફોલૉઇંગ છે કે, ઉર્વશી રૌતેલા હાલમાં એક પૉસ્ટ કરવા માટે લગભગ 3.5 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.