Bollywood Valentine:આ બોલિવૂડ કપલ વેલેન્ટાઇન ડેના અવસરે લીધા હતા સાતફેરા, લાઇફ ટાઇમ સાથે નિભાવવાનો કર્યો હતો વાયદો
Bollywood Valentine: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિને લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આજે વેલેન્ટાઈન ડે છે અને આજનો દિવસ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ છે. આ ખાસ દિવસે કેટલાક લોકો તેમનો પ્રેમ વ્યક્ત કરે છે અને સાત જીવન સાથે રહેવાનું વચન આપે છે. મનોરંજન ઉદ્યોગમાં એવા ઘણા કપલ છે જેમણે વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર સાત ફેરા લીધા હતા. ચાલો આજે તમને આ કપલ્સ વિશે જણાવીએ. (તસવીર-સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંદિરા બેદી અને રાજ કૌશલે 14 ફેબ્રુઆરીએ જ સાત જન્મ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. બંનેની મુલાકાત એક શોના ઓડિશન દરમિયાન થઈ હતી. જ્યાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. રાજ અને મંદિરાને બે બાળકો પણ છે. તેણે એક પુત્રીને દત્તક લીધી હતી. રાજનું ગયા વર્ષે નિધન થયું હતું. જે બાદ મંદિરા સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. (તસવીર-સોશિયલ મીડિયા)
અભિનેતા રુસલાન મુમતાઝ અને નિરાલી મહેતાનો પ્રેમ ડાન્સ એકેડમીમાં જોવા મળ્યો. બંનેની લવ સ્ટોરી ત્યાંથી જ શરૂ થઈ હતી. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ 14 ફેબ્રુઆરી 2014ના રોજ લગ્ન કર્યા હતા. તેને એક બાળક પણ છે. (તસવીર-સોશિયલ મીડિયા)
ટીવી કપલ રામ કપૂર અને ગૌતમી ગાડગીલ શો ઘર એક મંદિરના સેટ પર મળ્યા હતા. સેટ પર કામ કર્યા બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કરી લીધા. (તસવીર-સોશિયલ મીડિયા)
આ દિવસે બોલિવૂડ અભિનેતા અરશદ વારસી અને મારિયા ગોરેટી લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેની મુલાકાત એક કોલેજ ફેસ્ટમાં થઈ હતી. અરશદ અને મારિયાને બે બાળકો પણ છે. (તસવીર-સોશિયલ મીડિયા)