પાપા બનેલા વિરાટ કોહલીએ વ્યક્ત કરી ખુશી, જણાવ્યું કેવી છે અનુષ્કાની તબિયત
વિરાટ કોહલીએ ટવિટ કરીને લોકોને અપીલ કરી છે કે, આશા રાખીએ છીએ કે, આ પળોમાં અમારી નિજતાનું સન્માન કરશો. અનુષ્કાના પ્રેગ્નન્સી સમયે વિરાટ પણ તેમના ચેકઅપ સમયે સાથે રહેતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટે ટવિટ કરતા લખ્યું કે, એ વાત જણાવીને ખૂબ જ ખુશી થાય છે કે, ‘આજે બપોરે દીકરીનો જન્મ થયો છે. આપની પ્રાર્થના અને શુભકામના માટે આભારી છું’ તેમણે લખ્યું કે, ‘જિંદગીના આ નવા ચેપ્ટરની શરૂઆત કરતા હું મારી જાતનને ખુબ જ નસીબદાર માનું છે’.
બોલિવૂડ:અનુષ્કા અને વિરાટ આજે પેરેન્ટસ બની ગયા છે. આજે બપોરે અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. ઘરમાં લક્ષ્મીનું આગમન થતાં પરિવારમાં ખુશીના માહોલ છવાઇ ગયો છે.
અનુષ્કાએ આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બપોરે જન્મ બાળકીને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાં તેમના પતિ વિરાટ કોહલી તેમની સાથે હતા. વિરાટ ટ્વિટ કરીને આ ખુશી શેર કરી અને અનુષ્કા અને બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખબર આપી હતી.
અનુષ્કા અને વિરાટે આ ખુશખબર આપીને ફેન્સને પણ નવા વર્ષની ખૂબસૂરત ભેટ આપી છે. બંનેને ચારેતરફથી શુભકામના મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -