Virat-Anushka Pics: અનુષ્કા અને પુત્રી વામિકાને એરપોર્ટ પર લેવા પહોંચ્યો વિરાટ, જુઓ તસવીરો
હિન્દી સિનેમાની સુપરસ્ટાર અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અનુષ્કા અવારનવાર ચર્ચાનો વિષય બની જાય છે. મંગળવારે અનુષ્કાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેની સાથે વિરાટ કોહલી પણ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આ લેટેસ્ટ તસવીરો એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ છે.
મંગળવારે અનુષ્કા તેની ફિલ્મ ચકડા એક્સપ્રેસનું શૂટિંગ પૂર્ણ કરીને ઇંગ્લેન્ડથી ભારત પરત આવી હતી.
અનુષ્કાના પુનરાગમન પર, વિરાટ કોહલી તેને અને પુત્રી વામિકાને સરપ્રાઈઝ આપવા એરપોર્ટ પર પહોંચ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ બંને કેટલા ક્યુટ અને સુંદર લાગી રહ્યા છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું નામ બી-ટાઉનની સૌથી ચર્ચિત જોડીમાં સામેલ છે.
ફેન્સ પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડીને ખૂબ પસંદ કરે છે. અવારનવાર આ ક્યૂટ કપલની તસવીરો હેડલાઇન્સ બનાવતી રહે છે.
અનુષ્કા અને વિરાટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.